બાનસકાંઠાઃ પાલનપુર સેશન્સ કોર્ટે યાસીન બંગવાલાની રેગ્યુલર અને અન્ય આરોપીઓની આગતોરા જામીન અરજી ફગાવી દેતા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સ્વતંત્રતા સેનાની અશ્ફાક ઉલ્લાહ અને રામપ્રસાદ બિસ્મિલની શહાદત દિવસ નિમિતે 19મી ડિસેમ્બરના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પરવાનગી પોલીસ દ્વારા આપવામાં આવી ન હોવાનો દાવો કરવામાં આવે છે.
પોલીસે આરોપીઓ વિરૂદ્ધ છાપીના ડાયમંડ કોપ્લેકક્ષ પાસે સરકારી વહાનોમાં તોડફોડ અને પોલીસની ગાડીને ધકકે ચડાવી હતી. આશરે 3 હજારના ટોળાએ સમગ્ર વિસ્તારમાં હિંસા આચરી હોવાનું પોલીસ દ્વારા FIRમાં નોંધવામાં આવ્યું હતું.
છાપી હિંસામાં દાખલ થયેલી FIRમાં કુલ 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. પોલીસે લુંટ, બળજબરીપૂર્વક હિંસા અને કાવતરા સહિત વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસના 22 આરોપીઓ પૈકી 4 આરોપીઓ દ્વારા FIR રદ્દ કરવા માટે ક્વોશિંગ રિટ દાખલ કરતા હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.