ETV Bharat / state

જનરલની ખાલી બેઠકોનો લાભ લેવા અનામત વર્ગના ઉમેદવારોની હાઈકોર્ટમાં રિટ - Writ

અનામત વર્ગના ઉમેદવારોએ ખાલી રહી ગયેલી જનરલ કવોટાની બેઠક ફાળવવા માટે દાખલ કરેલી અરજી મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : Jul 15, 2020, 2:28 AM IST

Updated : Jul 15, 2020, 2:59 AM IST

અમદાવાજ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં આવેલી નીચલી કોર્ટમાં આસિસ્ટન્ટ કલાર્કની ભરતી માટે બહાર પડેલા મેરિટમાં જનરલ કેટેગરીની 121 બેઠકો ખાલી રહી જતા SC અને SEBC વર્ગના 122 જેટલા ઉમેદવારોએ તેમને જનરલ કવોટાની બેઠક ફાળવવા માટે દાખલ કરાયેલી અરજી મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 11મી ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.

અરજદાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજી મુજબ મહત્વનું અવલોકન કરતા હાઇકોર્ટે કહ્યું કે, શું આ લાભ મેળવવા માટે અરજદાર હમેશા જનરલ કેટેગરીમાં ગણાવવા તૈયાર છે, કારણ કે અગાઉ જે લોકો આ રીતની અરજી દાખલ કરી હતી, તેમને અનામત ક્વોટાના ઘણા લાભ મળ્યા હતા.

નોંધનીય છે કે, લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂં પછી અનામત વર્ગના કટ-ઓફ માર્ક્સ 61 હતા, જ્યારે જનરલ કેટેગરીના માર્ક્સ 52 હતા. જો કે, તેમ છતાં 121 જેટલી બેઠકો ખાલી રહી જતાં અનામત વર્ગના ઉમેદવારોએ ઓપન સીટ પર દાવો વ્યક્ત કરતી રિટ હાઈકોર્ટમાં કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે રજીસ્ટ્રી નોટિસ ફટકારતાની સાથે અરજદારના વકીલને તેમના અરજદાર ભવિષ્યમાં ઓપનમાં ગણાવા તૈયાર છે કે કેમ? તે અંગે અરજદારોના મંતવ્યો લેવાનો આદેશ કર્યો હતો.

Last Updated : Jul 15, 2020, 2:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.