ETV Bharat / state

અખાત્રીજના શુભદિવસે ભગવાન જગન્નાથના રથનું પૂજન, લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખી ટ્રસ્ટી અને મહંત દ્વારા કરવામાં આવ્યું પૂજન

વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા જેને અખાત્રીજનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા યોજાતી ચંદન યાત્રા કરવામાં આવે છે. આ સાથે ભગવાનના રથનું વિધિવિધાન મુજબ પૂજન કરવામાં આવે છે. હાલ લૉકડાઉનની સ્થિતિ હોવાથી પૂજન પણ માત્ર ત્રણ જ વ્યક્તિની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. મહામારી કોરોના વાઈરસને કારણે પહેલીવાર મંદિર સંચાલક અને આયોજકો અને ભક્તોને આ ચંદન યાત્રામાં હાજરી આપવા દેવામાં આવશે નહીં, તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 26, 2020, 11:57 AM IST

અમદાવાદ: અખાત્રીજના દિવસે ચંદન યાત્રાને આગામી રથયાત્રાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે. જેનું મહત્વ છે કે, અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ પાસે વિશ્વકર્મા આવીને તેમની નગરચર્યા માટે રથ બનાવવાની મંજૂરી માગે છે. એ જ પવિત્ર દિવસે વિધિવત્ પૂજન, અર્ચન બાદ રથનું સમારકામ કરવામાં આવે છે. ભગવાનનાં ત્રણેય રથને ભવ્ય શણગારવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચતા હોય છે. કોરોના વાયરસની મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે ભગવાનના ત્રણેય રથના સમારકામનો પ્રારંભ પણ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અખાત્રીજના શુભદિવસે ભગવાન જગન્નાથના રથનું પૂજન
અખા ત્રીજના દિવસે ભગવાનને ચંદનના શણગાર હોવાથી તેને પ્રતિકાત્મક સ્વરૂપ ચંદન યાત્રા કહેવામાં આવે છે. દર વર્ષે આ પાવન દિવસે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. આ સાથે ભક્તો તેમના ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામનાં રથનાં પણ દર્શન કરે છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, આ વર્ષે લૉકડાઉનના કારણે રથ પૂજનમાં નગરજનો આવી નહીં શકે. માત્ર મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી જ હાજર રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યનામાં રાખી સંપૂર્ણ વિધિવિધાન મુજબ પૂજન વહેલી સવારે જ કરી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.