ETV Bharat / state

Yoga Day 2023 : નરોડામાં બિમારીથી ઘેરાયેલા વ્યક્તિ માટે યોગા વરદાન રુપ સાબિત થતાં, નિઃશુલ્ક યોગા ક્લાસ ચાલુ કર્યા - બિમારી માટે યોગા

અમદાવાદના નરોડામાં રહેતા વિવિધ બિમારીથી પીડાયેલા વ્યક્તિ માટે યોગા વરદાન સાબિત થયા છે. નાની વયે સ્વાસ્થ્યની ઘણી સમસ્યા ઘેરાયેલા હતા. ત્યારે તેઓ યોગા અભ્યાસ કરીને રોગ મુક્ત થયા બાદ તે વ્યક્તિ એ નિ:શુલ્ક યોગ અભ્યાસ વર્ગો પણ શરૂ કર્યા હતા. આજદિન સુધીમાં તેમણે 400થી વધુ લોકોને યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી છે.

Yoga Day 2023 : નરોડામાં બિમારીથી ઘેરાયેલાએ વ્યક્તિ માટે યોગા વરદાન સાબિત થતાં નિઃશુલ્ક યોગા ક્લાસ ચાલુ કરી દીધા

author img

By

Published : Jun 19, 2023, 3:54 PM IST

Updated : Jun 19, 2023, 10:32 PM IST

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને માનવમાત્ર માટે નિરોગી રહેવાનું વરદાન ગણાવે છે, ત્યારે યોગ સાધનાથી સુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરનાર અમદાવાદના મૌલિક બારોટ માટે યોગ અભ્યાસ ખરા અર્થમાં વરદાન સાબિત થયો છે. મૌલિક બારોટ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહે છે અને સરકારી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે.

યોગા વરદાન સાબિત થયું : આજે એકદમ સ્વસ્થ લાગતા મૌલિક બારોટ ભૂતકાળની સમસ્યાઓ એમના જ શબ્દોમાં વર્ણવતા કહે છે કે, યોગ સાધના શરૂ કરી તે પહેલાં અનિયમિત જીવનશૈલી, બેઠાડું જીવન હોવાને કારણે 2018માં મારું વજન 100 કિલોને પાર થઈ ગયું હતું. વધુમાં એસિડિટી, પિત્ત, કફ, હાઇપર ટેન્શન, તણાવ, મેદસ્વીપણું, કોલેસ્ટ્રોલ, કબજિયાત, શ્વાસ ફૂલી જેવી વગેરે ઘણા રોગોથી શરીર ઘેરાયેલું હતું. 29 વર્ષની નાની વયે સ્વાસ્થ્યની ઘણી સમસ્યા જોયા બાદ સંકલ્પ લીધો કે સ્વાસ્થ્ય માટે જીવનશૈલીમાં બદલાવ અને યોગ અભ્યાસ જરૂરી છે. ત્યારબાદ યોગાભ્યાસ થકી મૌલિક બારોટ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે વડાપ્રધાને જગાવેલી જાગૃતિની મશાલના વાહક બની ગયા હતા.

નિ:શુલ્ક યોગ અભ્યાસ વર્ગો : પહેલા તો તેઓએ દરરોજ સવારે એક કલાક ચાલવાનું શરૂ કર્યું, ત્યારબાદ બગીચામાં વડીલો સહિત નિયમિત ચાલવા આવતા તમામ નાગરિકો સાથે મળીને તેમણે યોગ અભ્યાસ શરૂ કર્યો હતો. વિવિધ તાલીમ વર્ગો અને ઓનલાઇન માર્ગદર્શન પ્રાપ્ત કરી તેઓએ યોગકળા હસ્તગત કરી એટલું જ નહીં નિ:શુલ્ક યોગ અભ્યાસ વર્ગો પણ તેમણે શરૂ કર્યા હતા. મૌલિક બારોટ આટલેથી અટક્યા નહીં, તેમણે તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી જેમના દ્વારા યોગ વિદ્યાનો સતત ગુણાકાર થતો રહે તેવું માળખું ગોઠવ્યુ હતું. આજદિન સુધીમાં તેમણે 400થી વધુ લોકોને યોગ ટ્રેનર તરીકે તાલીમ આપી છે. આ ટ્રેનર્સ દરરોજ અમદાવાદના વિસ્તારો ,સોસાયટી, બાગ બગીચા, ખુલ્લા મેદાનમાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવી રહ્યા છે. જેમના દ્વારા હજારો લોકોને યોગ સાથે જોડવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે.

યોગા માટે કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડમાં સક્રિય એવા મૌલિક બારોટ અમદાવાદ મહાનગરપાલિકાના યોગ કો ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે. શહેરીજનોમાં યોગ માટે જાગૃતતા આવે તે હેતુથી વિશેષ કાર્યક્રમોના આયોજનમાં તેઓ મોખરે રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં યોગ શિબિર, યોગ સંવાદ, યોગ જાગૃતિ રેલી, પદ યાત્રા, Iconic Place Atal Bridge ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા, હર ઘર ધ્યાન શિબિર, યોગોત્સવ, G 20 યોગ શિબિર, યોગ જાગૃતિ Cyclothon, Traditional Dressમાં યોગ , ઓફિસ યોગ, બાળકો માટે સમર યોગ કેમ્પ, જિલ્લા અને રાજ્ય કક્ષા યોગ સ્પર્ધા, Covid દરમિયાન સિવિલમાં યોગ સેવા, Bisagમાં મારુ ગામ, કોરોના મુક્ત ગામ એપિસોડ, શિક્ષણ વિભાગમાં GIET સંસ્થા દ્વારા યોગ ચેલેન્જ કાર્યક્રમ, Iconic place પર યોગ, સ્કૂલ, કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે યોગ સંવાદ, સાહિતના અનેક આયોજનમાં તેઓ સહભાગી બની યોગદાન આપી રહ્યા છે. ત્યારે આમ, તંદુરસ્ત જીવનની ચાવી એટલે યોગ સાધના, જેનું મૂર્તિમંત સ્વરૂપ બની ગયા છે મૌલિક બારોટ.

  1. Yoga Day 2023 : યોગાભ્યાસથી બદલાઇ પરેશાન જીવનની દિશા, યુપીએસસીનો મોહ છોડી બની ઇન્ટરનેશનલ યોગા ઇન્સ્ટ્રક્ટર
  2. International Yoga Day 2023 : યોગ દિવસની ઉજવણીની તૈયારીરુપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ કર્યું આ આયોજન
  3. International Yoga Day 2023: આ વર્ષે યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં નહીં થાય, જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું...

Last Updated : Jun 19, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.