આ યોગ ફેસ્ટિવલની જાહેરાત દરમિયાન ડો હિરેન કસવાળા, સુશ્રી હેતલ દેસાઈ, ડો ભવદીપ ગણાત્રા અને ડો કાર્તિક શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વિષે વધુ માહિતી આપતા ડો ભવદીપ ગણાત્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હેરિટેજ યોગ ફેસ્ટિવલ એ અમારી બીજી સીઝન છે અને ગયા વર્ષના ખુબ જ સરસ પ્રતિસાદ મળ્યા બાદ આ વર્ષે પણ અમે અમદાવાદના શહેરીજનો માટે આ કાર્યક્રમની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ.
અમદાવાદ શહેરને જ્યારે યુનેસ્કો પ્રમાણિત વર્લ્ડ હેરિટેજ સિટીનો ખિતાબ આપવામાં આવ્યો છે, તો આ સુંદર શહેરને સ્વાસ્થ્ય સાથે જોડીને અમે યોગના અલગ અલગ સેશન વિવિધ હેરીટેઝ સ્થળોમાં રાખેલા છે. આ કાર્યક્રમ વિષે વધુ માહિતી આપતાં શ્રીમતી હેતલ દેસાઈ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે અમે આખો કાર્યક્રમ સમાજસેવાના ભાવથી નિશુલ્ક રાખ્યો છે અને શહેરીજનોને સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ માટે આ કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ.
આ યોગ ફેસ્ટિવલ દરમિયાન સૂર્ય નમસ્કાર જે દરેક યુગમાં સૌથી ફાયદાકારક યોગ તરીકે ગણવામાં આવે છે. જેમાં શહેરના 200 થી 400 લોકો જોડાવવાના અંદાજ છે અને દરેક વ્યક્તિ દ્વારા 108 નમસ્કાર કરવામાં આવશે, જે ખૂબ જ આનંદની વાત છે.