- આજે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )ની ઉજવણી
- વર્ષ 1972થી ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )
- પર્યાવરણની જાળવણી એ જ વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )નો મુખ્ય હેતુ
અમદાવાદ : આજે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day ) છે. વર્ષ 1972માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થામાં 5 જૂનથી 16 જૂન સુધી માનવ પર્યાવરણ પર શરૂ કરવામાં આવેલા સંમેલન સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા અને સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ દ્વારા કેટલાક પ્રભાવકારી અભિયાનોને ચલાવવા માટે વિશ્વ પર્યાવરણ દિવસ ( World Environment Day )ની ઉજવણી કરવામાં આવી છે. આ સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ UNEPનો જન્મ થયો અને દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ( World Environment Day )ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોમાં પર્યાવરણની જાગૃતતા, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને અંગે લોકો માહિતી મેળવી શકે તે માટે અવેરનેસ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચલાવવામાં આવે છે.
World Environment Day 2021ની ઉજવણી
પાકિસ્તાન યુનાઇટેડ નેશન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)ની ભાગીદારીમાં World Environment Day 2021ની યજમાન કરશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ( World Environment Day )ની થીમ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન પર રહેશે. પ્રકૃતિ સાથેના આપણા સંબંધોને ફરીથી પ્રસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સરકાર પાસે કરોડો રૂપિયાનો દંડ અને ફંડ તિજોરીમાં જમા છે, પણ વાપરવામાં આવતા નથી
સરકાર વિવિધ ફંડ એકત્ર કરે છે, પરંતુ પર્યાવરણના પુનઃ સ્થાપન માટે કશું જ કરતી નથી. ETV BHARAT સાથે વાતચીત કરતાં પર્યાવરણ વિશેષજ્ઞ મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સરકાર ઔદ્યોગિક એકમો પાસેથી ત્રણ મહિનામાં જ પ્રદૂષણને નુકસાન થાય તો તેની સામે બેન્ક ગેરંટી લે છે, આ ઉપરાંત બીજી રીતે પણ પર્યાવરણને નુકસાન થાય, તો તેની સામે લાખો કરોડો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. આમ સરકાર પાસે કરોડો રૂપિયાનો દંડ અને ફંડ તિજોરીમાં જમા છે, પરંતુ તેનો ઉપયોગ પર્યાવરણના પુનઃ સ્થાપન માટે કરવામાં આવતો નથી.
World Environment Day 2020
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની થીમ 'સેલિબ્રેટ બાયોડાયવસિર્ટી' હતી. આ વર્ષે દક્ષિણ અમેરિકાના દેશ કોલમ્બિયાએ જર્મની સાથે સંયુક્ત રીતે વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની ઉજવણીનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો -
- World Environment Day 2020 : આ વર્ષે કોલમ્બિયા બનશે યજમાન, ભૂતપૂર્વ ભારતીય રાજદૂત આપશે વ્યાખ્યાન
- World Environment Day 2019 : વિશ્વ પર્યાવરણ દિવસ પૂરતું જ પર્યાવરણ
- World Environment Day : પર્યાવરણ એ છે જ્યાં આપણે મળીએ છીએ
- World Environment Day : પોરબંદરના બે પ્રકૃતિપ્રેમીઓ મિત્રો કે સ્વજનોના જન્મદિવસે ભેટમાં આપે છે ચકલીના માળા
- World Environment Day : ગયા વર્ષે 'મિશન મિલિયન ટ્રી'ના 78 ટકા વૃક્ષો ઉછર્યા
- World Environment Day નિમિત્તે અમદાવાદના કેટલાક સેલિબ્રિટીનો ઈન્ટરવ્યૂ જુઓ Etv Bharat સાથે