અમદાવાદઃ શહેરના પાલડીના વિકાસ ગૃહમાં અસ્થિર મગજની ગર્ભવતી મહિલાની શૌચાલયમાં પ્રસૂતિ થઈ જતાં નવજાત બાળક કમોડમાં (woman gave birth in toilet)ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા 15 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન(Ahmedabad Fire Department) બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતમાં ગર્ભવતી મહિલા માટે ફાયરના જવાનો દેવદૂત બન્યા
કમોડ તોડીને બાળકને બચાવાયું - પાલડીના વિકાસ ગૃહમાં આ ઘટના સવારના 7.15 વાગ્યાના આસપાસેની છે. ફાયર વિભાગે કમોડમાં ફસાયેલા બાળકને બચાવવા શૌચાલયની ટાઈલ્સ અને કમોડ તોડીને બાળકને બચાવી લીધું હતું. બાળકને બહાર કાઢ્યા બાદ તેને 108 મારફતે હોસ્પિટલ ખલેડવામાં આવ્યું હતું. આ અસ્થિર મગજની ગર્ભવતી મહિલાને પોલીસે પાલડીના વિકાસ (Ahmedabad City Police)ગૃહમાં મુકી હતી. આ મહિલા અસ્થિર મગજની હોવાથી તેને કેટલા મહિનાનો ગર્ભ છે તથા તેના દેહનું પણ તેને ભાન નહોંતું.
આ પણ વાંચોઃ સુરતમાં ગર્ભવતી મહિલા હોમગાર્ડે પોલીસ કમિશ્નર સામે ન્યાયની માગ કરી