- નેર ગામમાં દલિત પરિવાર પર થયેલો હુમલો ચર્ચામાં
- જીગ્નેશ મેવાણીએ કર્યો વિરોધ, આંદોલનની આપી ચીમકી
- દલિત પરિવારને મળવા મેવાણી કચ્છના નેર ગામે પહોંચ્યા
અમદાવાદ: કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસુચિત જાતિના પરિવારો (Scheduled Caste family)ને મંદિરમાં પ્રવેશ અપાયો નહોતો, એટલું જ નહી તેમના આ પરિવાર પર કેટલાક લોકોએ હૂમલો કર્યો (Attack on Dalits For Entering The Temple) હતો. આ ઘટના પછી રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને ભોગ બનેલા દલિત પરિવાર (Dalit Family)ના 6 વ્યક્તિઓને 21 લાખની સહાય જાહેર કરી હતી. આ ઘટનામાં સંડોવાયેલાઓ સામે કાયદાકીય તપાસ કરવાના આદેશ જાહેર કર્યા હતા. પોલીસે અત્યાર સુધી કુલ 10 લોકોની ઘરપકડ કરી છે.
જિગ્નેશ મેવાણીએ આંદોલન કરવાની ચીમકી આપી
આ ઘટનાને પગલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (jignesh Mevani)એ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર પર નિશાન તાક્યું હતું. દલિત પરિવારોને ન્યાય નહીં મળે તો હું આંદોલન કરીશ તેવી ચીમકી ઉચ્ચારી હતી. તેમજ દલિત પરિવારોને મળવા હું કચ્છના નેર ગામે જઈશ અને મંદિરમાં સામુહિક રીતે પ્રવેશ કરીશું.
2012માં ઉનાકાંડનો જઘન્ય બનાવ બન્યો હતો
આજે પહેલી નવેમ્બરે જીગ્નેશ મેવાણી કચ્છમાં નેર ગામે દલિત પરિવારોને મળ્યા હતા અને તેમને ન્યાય અપાવા માટે આહ્વાન કર્યું હતું. આ અગાઉ પણ ઉના કાંડ સર્જાયો હતો, જે ગુજરાત માટે શરમજનક હતો, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંકોલાળી ગામના દલિત યુવાનને 2012માં જીવતો સળગાવી દેવાનો કિસ્સો બન્યો હતો અને તેના પરિવારના બાકીના સભ્યો પર સામુહિક હૂમલો કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં 2018માં 11 આરોપીઓને ઉના સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને તમામ આરોપીઓને દંડ પણ ફટકાર્યો હતો.
સમઢિયાળાનો વિડીયો વાયરલ થયો અને દેશને ખબર પડી
બીજી ઘટનામાં ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં મૃત ગાયને લઈ જઈ રહેલા દલિત યુવાનોને કહેવાતા ગૌરરક્ષકોએ માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા દેશનું ધ્યાન ખેંચાયું હતું. જીગ્નેશ મેવાણીએ તે વખતે રીતસર આંદોલન છેડીને દલિત પરિવારને ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું અને સામાજિક અસમાનતા દૂર કરવા લડત ચલાવી હતી. ત્યાર પછી જીગ્નેશ મેવાણી જાણીતા બન્યા હતા અને દલિતોના મસીહાની છાપ ઉભી થઈ હતી.
મેવાણી આજે કચ્છમાં
જીગ્નેશ મેવાણી વડગામમાંથી અપક્ષ ધારાસભ્ય પદે ચૂંટાઈને આવ્યા અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કચ્છના નેર ગામમાં બનેલ દલિત પરિવાર પર થયેલા હૂમલાનો મુદ્દો લઈને તેઓ આજે કચ્છના પ્રવાસે છે અને તેમણે આ મુદ્દાને ગંભીરતાથી લઈને ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા છે. તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને કહ્યું હતું કે, આજે તમે આ મુદ્દાને લઈને કંઈક બોલજો.
દલિતો કોંગ્રેસની મતબેંક છે
ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં જોડાનારા જીગ્નેશ મેવાણી દલિતો પરના હૂમલાને ચૂંટણીનો મુદ્દો બનાવશે. જો કે દલિતો એ કોંગ્રેસની જ મતબેંક છે. સામાન્ય રીતે ગુજરાતમાં દલિતોનો 9-10 ટકા વોટ શેર છે. દલિતો પરના હૂમલાને ચૂંટણીનો મુદ્દો બનાવવામાં આવે તો નવાઈ નહીં. દલિતો ગુજરાતમાં ભાજપના રાજમાં સુરક્ષિત નથી, સામાજિક અસમાનતા નથી, દલિતો સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર થાય છે. ગુજરાતમાં 'દલિતોને ન્યાય નથી મળતો, દલિતોને હજી મંદિરોમાં જતા અટકાવાય છે, દલિતોને મૂછ રાખવા, ઘોડે ચઢવા પર, લગ્નમાં દલિતોને વરઘોડા કાઢવા પર અમુક ગામોમાં પ્રતિબંધ હોય તે રીતનો વ્યવહાર કરવામાં આવે છે. જમીનો પચાવી પડાય છે, કંકોત્રીમાં નામની પાછળ સિંહ લખાવે તો પણ વિરોધ થાય છે, આવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે.' જે બતાવે છે કે ગુજરાતમાં હજી જૂની માનસિકતા ધરાવતા લોકો રહે છે.
ચૂંટણી પ્રભાવી મુદ્દો બની શક્યો નહોતોઃ જયવંત પંડ્યા
રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2015માં વિવિધ આંદોલન થયા હતા, તેમાં દલિત અત્યાચારના મુદ્દે પણ આંદોલન થયું હતું. ઉનામાં જઘન્ય બનાવ બન્યો તે આંદોલનનું પ્રારંભ બિન્દુ હતું. જે આંદોલન વખતે જીગ્નેશ મેવાણી ચર્ચામાં આવ્યા અને તેમણે આંદોલનું નેતૃત્વ લીધું હતું. જો કે પછી દલિતો પરના અત્યાચારનો મુદ્દો ચૂંટણીમાં પ્રભાવી ચર્ચાનો મુદ્દો બની શક્યો નહોતો. જો કે તેનાથી જીગ્નેશ મેવાણીને વ્યક્તિગત લાભ જરૂર થયો હતો. કોંગ્રેસના સમર્થનથી તેઓ વડગામમાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. કોંગ્રેસનો સાથ લીધો છતા ગુજરાતમાં દલિતો પર અત્યાચારના બનાવો બનતા રહ્યા છે. જિગ્નેશ મેવાણી કોઈ પ્રભાવી રજૂઆત કરી શક્યા નથી, જેમના પર આક્ષેપ પણ થયા હતા. હવે તેમણે કોંગ્રેસનું ખુલ્લુ સમર્થન લઈ લીધુ છે અને તેઓ 2022માં કોંગ્રેસના નેજા હેઠળ જ ચૂંટણી લડશે. અત્યાર સુધીના ઈતિહાસમાં દલિત પરના અત્યાચારનો મુદ્દો ચૂંટણી મુદ્દો બની શક્યો નથી, તે ચર્ચામાં રહે છે.
આ મુદ્દો સળગતો રહશેઃ પાલા વરૂ
રાજકીય તજજ્ઞ પાલા વરુએ ETV Bharatને જણાવ્યું હતું કે, નેર ગામની ઘટનાએ ઉનાકાંડની યાદને તાજી કરી છે. 2016થી 2017માં આ મુદ્દો નેશનલ લેવલે ખૂબ ચગ્યો હતો અને જિગ્નેશ મેવાણી માટે ઉનાકાંડ જ પોલિટિકલ રાઈઝિંગ બન્યો હતો. હાલ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં છે. હવે જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ જોઈને કર્યું છે અને હવે જિગ્નેશ મેવાણી જે મુદ્દો ઉઠાવશે તેને કોંગ્રેસ હાઈકમાન્ડનું પીઠબળ મળશે. જીગ્નેશ મેવાણીએ પણ કોંગ્રેસને પોતાની પ્રેઝન્સ બતાવવી પડશે, માટે દલિત અત્યાચારનો મુદ્દો સળગતો રહેશે.
આ પણ વાંચો: જીગ્નેશ મેવાણીએ કચ્છમાં દલિત પર થયેલ હુમલાં મુદ્દે આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી...