અમદાવાદના ગમે તે જગ્યાએ તમે જાઉ વાહન ખાડા ટેકરામાં પછડાય છે. તેમજ ટાયરો ફાટી જવાની અને અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. પણ તંત્રની આંખ હજી ખૂલતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને મેયરે વારંવાર રોડના કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરીને ચીમકી આપી છે. તેમ છતાં હજી નવા રોડ બનવાની વાત તો દૂર રહી પણ રીપેરીંગ કામ પણ થયું નથી. રોડ રીપેરના કોન્ટ્રાક્ટરો કમિશ્રર અને મેયરની ચીમકીને ઘોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક રહીશો રજૂઆતો કરીને થાકી ગયા છે. આ બાબતમાં કોર્પોરેટરો કાંઈ કરી શકતા નથી.ત્યારે લોકો પાસે હાલ તૂટેલા રોડ અંગે બળાપો વ્યક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
તાજેતરમાં જ ભાજપના ઉપાધ્યાક્ષ આઈ. કે. જાડેજાએ તૂટેલા રોડ બાબતે ટ્વીટ કર્યું પછી તંત્ર કામે લાગ્યું હતું. અને 24 કલાકમાં રોડ રીપેર થઈ ગયો હતો. ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. પણ અમદાવાદના રોડનું રીપેરીંગ કામ હજી ચાલુ થયું નથી. ગુજરાત સરકારે 8 મહાનગરપાલિકાઓના રોડ રીપેર કરવા માટે રૂપિયા 216 કરોડ ફાળવ્યા છે. જેમાં અમદાવાદના રસ્તા રીપેર કરવા માટે 60 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અને પંદર દિવસ પહેલા ખુદ CM વિજય રૂપાણીએ તાત્કાલીક રસ્તા સરખા કરવા ચીમકી આપી હતી. તેમ છતાં દીવાળી નજીક આવી ગઇ છતાં હજી સુધી રસ્તા રીપેર થયા નથી.