અમદાવાદ: ગુજરાત પ્રદેશ NCP દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે , પોલીસ તંત્ર શિસ્તના કારણે પોતાનો અવાજ ઉઠાવી શકતો નથી. જ્યારે મજબૂરી ઉઠાવે છે. ત્યારે તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. NCPએ આ બાબતનો વિરોધ કરતા કહ્યું કે, પોલીસ કર્મીઓની માંગણીને ધ્યાનમાં રાખીને સમજી વિચારીને નિર્ણય લે.
ઉલ્લેખનીય છે કે શિક્ષકોના 4200 ગ્રેડ-પેના વિવાદ મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈના ગ્રેડ-પે વધારવામાં આવ્યા નથી. શિક્ષકોનો ગ્રેડ-પે 4200 જ હતો. જે ભૂલથી 2800 કરી દેવાયો હતો જે હવે પાછો સુધારવામાં આવ્યો છે.