અમદાવાદઃ અમદાવાદ (Gujarat Fafda Jalebi) શહેરમાં દશેરા દિવસે ફાફડા જલેબીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. વર્ષે અંદાજિત 5 થી 7 ટકાનો ભાવ વધારો હોવા છતાં લોકો ભારે ઉત્સાહ ગાંઠિયા ખરીદીને મોજ કરી રહ્યા હતા.રાજ્યમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી પૂર્ણ થઈ છે. દશેરા એટલે કે અસત્ય પર સત્યનો વિજય. દશેરાના દિવસે ગુજરાત આખામાં ફાફડા અને જલેબી ખૂબ મોટી સંખ્યામા આરોગવામાં આવે છે. શા માટે ફાફડા જલેબી દશેરાના દિવસે આટલી મોટી સંખ્યામાં લોકો ખાય છે.જોવો ETV BHARAT નો વિશેષ અહેવાલ.
પારણા તોડવા માટેઃ એવું કહેવાય છે કે નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરવામાં આવે છે.ઉપવાસ બાદ ચણા લોટની વાનગી ખાઈ પારણા કરવા કરવા જોઈએ. ત્યારથી ફાફડા જલેબી ખાવાની શરૂઆત થઈ છે. એવી પણ માન્યતા છે.ભગવાન રામને સીતા શોધવા અને લંકા પણ વિજય મેળવવા તેમના ભક્ત હનુમાનને ચણાની વાનગી ખૂબ જ પ્રિય હતી. જેથી લોકો ફાફડા અને ભગવાન રામે લંકા પર વિજય મેળવ્યો તેની ખુશીમાં જલેબી વહેંચવામાં આવી હતી. જેથી મોટા પ્રમાણ ફાફડા જલેબી ખાવાની પ્રથા ચાલી આવી રહી છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જરૂરીઃ માન્યતાની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ પણ છે કે, દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહેવાય છે કે સપ્ટેમ્બર-ઓક્ટબર માસમાં બે ઋતુ ભેગી થાય છે. આવા સમયે હવામાન ફેરફાર થતો હોવાથી શરીરમાં સિરોટોરિન તત્વ ઘટી જાય છે. જલેબીમાં ટીરમાઇન નામનું તત્વ હોવાથી સિરોટીન કાબુ રાખે શકે છે.જેથી દશેરાના દિવસે જલેબી ખાવામાં આવે છે.
9 લાખ કિલો વેચાણઃ અમદાવાદ શહેરમાં આ વર્ષે એક જ દિવસમાં 10 હજાર વધુ દુકાનો કે સ્ટોલમાં અંદાજિત 9 લાખ કિલો ફાફડા જલેબી વેચાણ થાય તેવો અંદાજ લગાવામાં આવી રહ્યો હતો.આ વર્ષે ગત વર્ષ કરતા અંદાજિત 5 થી 7 જેટલો વધારો પણ જોવા મળી રહ્યો છે.જેના કારણે કોર્પોરેટ ઓડેરમા ઘટાડો જોવા મળ્યો છે. છૂટક વેચાણમાં વધારો થવાથી ગત વર્ષ કરતા વેચાણ વધી શકે છે તેવો અંદાજ લગાવામાં આવ્યો છે. એટલે આ વર્ષે અમદાવાદ શહેરમાં અંદાજિત 4 કરોડથી વેચાણ થાવનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.
કોનો કેટલો ભાવઃ ફાફડા 660 રૂપિયે કિલો, જલેબી તેલમાં 300થી 340 રૂપિયે કિલો, કેસર જલેબી 330 થી 400 રૂપિયે કિલો,પનીર જલેબી 700 થી 800 રૂપીયે કિલો ભાવ ચાલી રહ્યો છે.ગત વર્ષ કરતા ભાવ વધારો હોવા છતાં પણ લોકો ભારે ઉત્સાહ પૂર્વક ફાફડા જલેબી આરોગી રહ્યા છે.