ETV Bharat / state

ગુજરાતમાં એક મહિનામાં કોરોનાના પોઝિટિવ કેસ કેમ ઝડપથી વધીને આવ્યા? જાણો…

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. ગુજરાત રાજ્ય ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ત્રીજા નંબરનું રાજ્ય બન્યું છે. ત્યારે ગુજરાતમાં એક મહિનામાં કોરોના પોઝિટિવ કેસ કેમ ઝડપી વધીને આવ્યા? જાણો…

ગુજરાતમાં
ગુજરાતમાં
author img

By

Published : Apr 21, 2020, 8:34 PM IST

Updated : Apr 26, 2020, 3:50 PM IST

અમદાવાદ: કોરોનાએ ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે. 22 માર્ચ પછી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આજે એક મહિનામાં ગુજરાત રાજ્ય ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ત્રીજા નંબરનું રાજ્ય બન્યું છે. 21 માર્ચ સુધીના આંકડા લઈએ તો મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કુલ 4,666 કેસ છે, દિલ્હીમાં 2018 કેસ અને ગુજરાતમાં 2066 કેસ નોંધાયા છે. મૃત્યની રીતે જોઈએ તો મહારાષ્ટ્રમાં કુલ મૃત્યું 232 થયા છે, તે પછી બીજા નંબરે ગુજરાતમાં કુલ 77 મૃત્યુ થયા છે. અને ત્યાર પછી મધ્યપ્રદેશમાં 76 મોત થયા છે. જ્યારે દિલ્હીમાં માત્ર 47 ડેથનો આંક છે. એક મહિના પહેલા આવી કલ્પના નહોતી કરી કે ગુજરાતમાં કોરોનાના આટલા બધા પોઝિટિવ કેસ બહાર આવશે. તેની સામે ગુજરાતે બીજા રાજ્યોની સરખામણીએ લૉક ડાઉનનું ચુસ્તપણે પાલન કર્યું છે. પોલીસ અને ડૉકટર સહિત કોરોના યોદ્ધાઓની કામગીરીને બિરદાવવા જેવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં 22 માર્ચને રવિવારે એક જ દિવસ પુરતો જનતા કરફ્યૂ નાંખ્યો હતો, અને સાંજે પાંચ વાગ્યે કોરોના યોદ્ધાઓને બિરદાવવા માટે થાળીઓ કે ઘંટ વગાડીને કે તાળીઓ પાડીને કે શંખનાદ કરવા કહ્યું હતું. તે જ પ્રમાણે 22 માર્ચે પીએમ મોદીની વાતને ભારતની પ્રજાએ એકીઅવાજે સ્વીકારી હતી, અને જડબેસલાક જનતા કરફ્યૂ રહ્યો હતો. સાંજે પાંચ વાગ્યે કોરોના યોદ્ધાઓને બિરદાવવામાં આવ્યા હતા.

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં અગમચેતીના પગલારૂપે 25 માર્ચ સુધીના આંશિક લૉક ડાઉનની જાહેરાત કરી હતી. એટલે ગુજરાત તો 22 માર્ચથી લૉક ડાઉનમાં જ છે. 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ સંબોધનમાં 21 દિવસના લૉક ડાઉનની જાહેરાત કરી હતી, અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ એક સંપૂર્ણ કરફ્યૂ જ છે. બસ ત્યારથી શરૂ થઈ લૉક ડાઉનની યાત્રા… તે પછી ભારત અને ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ ગઈ. ત્યાર પછી લૉક ડાઉન પાર્ટ-2 3 મે સુધીનો આવ્યો. ઘરમાં રહો… સુરક્ષિત રહો… ના સંદેશ ફરતા થયા, કોરોના જેટની સ્પીડે ફરતો થઈ ગયો. કોરોના ચેપી રોગ છે, તેના ચેપની ચેઈન તોડવા માટે લૉક ડાઉન જ એક સરળ ઉપાય છે, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. મ્હો પર માસ્ક ફરજિયાત કરાયું. પણ 21 દિવસના લૉક ડાઉનમાં લોકો કંટાળી ગયા હતા. બીજો લોક ડાઉનનો સમય કેવી રીતે પસાર કરીશું. ઘરમાં રહેવાનું બહુ આકરું છે, તેવી સોશિયમ મીડિયામાં ખૂબ મજાક અને જોક્સ ફરતી થઈ હતી.

લોકોએ વ્હોટસએપ, ફેસબૂક, હેલ્લો અને ટિકટોક જેવી એપ પર ખૂબ મઝા લીધી છે, અને લોકોની ક્રિએટિવિટી બહાર આવી. લૉક ડાઉનમાં બહાર નીકળનારાઓને પોલીસનો પ્રસાદ પણ મળ્યો છે. બીજી તરફ કોરોનાની હોસ્પિટલમાં સુવિધા-સારવાર નહી મળતી હોવાના વિડિયો વાયરલ પણ થયા હતા. કોરોનાના દર્દીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ડૉકટરો, નર્સો, પોલીસમેન, શાકભાજીવાળા, ફાયરબ્રિગેડના કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો, પછી ગુજરાત ભારે ચિંતિત બન્યું હતું.

21 માર્ચ, 2020ના રોજ ગુજરાતમાં કોરોનાના માત્ર 14 કેસ હતા. જેમાં અમદાવાદમાં 4, અમદાવાદ ગ્રામ્યમાં 1 વડોદરામાં 3, સુરતમાં 3, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયા હતા. આજે 21 એપ્રિલ, 2020ના રોજ ગુજરાતમાં કોરોનાના 2066 કેસ નોંધાઈ ગયા છે, જેમાં એકલા અમદાવાદમાં 1298 કેસ છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. એક જ મહિનામાં ગુજરાતમાં 2052 કેસનો વધારો થયો છે, આ કાંઈ નાનો સુનો આંકડો નથી.

સમગ્રતયા ગુજરાતમાં સ્થિતિ કાબૂમાં જ હતી, પણ દિલ્હીથી તબલગી જમાતના લોકો આવ્યા હતા, તેમણે તેમની ઓળખ છુપાવી, અને કોઈ બહાર ન આવ્યા, તેઓના કારણે કોરોનાનો ચેપ વધુ ઝડપથી પ્રસર્યો હતો. દિલ્હીથી આવેલી યાદી મુજબ ગુજરાત પોલીસે 126 જમાતીઓની ઓળખ કરી અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી તેમની અટક કરીને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, તે સંપર્કવાળા દર્દીઓ વધુ હતા.

જે પછી કોરોના પોઝિટિવની સંખ્યા ખૂબ જ ઝડપથી વધતી ગઈ હતી. અને ગુજરાત માટે ચિંતાનું કારણ બની ગયું હતું. આ સંજોગો દરમિયાન કોમી લાગણી ભડકી જાય તેવી સ્થિતિ પણ સર્જાઈ ચુકી હતી. પણ ગુજરાત સરકારે મુસ્લિમ આગેવાનોની મદદ લઈને મુસ્લિમ સમાજના લોકોને સમજાવીને કોરોના ટેસ્ટિંગ માટે રાજી કર્યા હતા. કોરોનાના કેસની સંખ્યા વધતા અમદાવાદ સિટી વિસ્તારમાં ગુજરાત સરકાર અને પોલીસને કરફ્યૂ નાંખવાની ફરજ પડી હતી. અમદાવાદ પછી રાજકોટ અને સુરતના હોટ સ્પોટ વિસ્તારોમાં કરફ્યૂ લાદ્યો હતો. વડોદરાના નાગરવાડામાં તો પોલીસ પર પથ્થરમારાની ઘટના ઘટી હતી. અમદાવાદના દાણીલીમડા અને જુહાપુરા વિસ્તારમાં પણ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જો કે તેનો લોકોએ ખૂબ જ શરમજનક ગણાવી હતી.

ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, બદરુદીન શેખ, ગ્યાસુદીન શેખ અને શૈલેશ પરમારને સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા, અને તેમણે મુસ્લીમ સમાજને મદદથી માંડીને કોરોના ટેસ્ટિંગ માટે જે સમજાવટનું કામ કર્યું હતું તેને બિરદાવ્યું હતું. જો કે ઘટના આટલેથી અટકતી નથી. ઈમરાન ખેડાવાલા સવારે કોરોના રીપોર્ટ કરાવીને આવ્યા હતા, અને બપોરે સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, રાજ્યગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મીડિયાના કેટલાક મિત્રોને મળ્યા હતા. તે જ દિવસે રાત્રે ઈમરાન ખેડાવાલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો, બસ પછી તો હો હા મચી ગઈ, ગુજરાત સરકાર ટેન્શનમાં આવી ગઈ, બીજા દિવસે સવારે ડૉકટરની ટીમે સીએમ રૂપાણીનું ચેકઅપ કર્યું, અને ડૉકટરની સલાહ પ્રમાણે સીએમ, ડેપ્યુટી સીએમ અને રાજ્યગૃહપ્રધાન સેલ્ફ આઈસોલેશનમાં જતા રહ્યા હતા. ત્યાર પછી બદરુદીન શેખનો રીપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, અને તેઓ હાલ એસવીપી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. આ ઘટના બન્યા પછી સીએમ રૂપાણીએ ફોન કરીને ઈમરાન ખેડાવાળાની તબિયતની પૃચ્છા કરી હતી.

ગુજરાતમાં કોરોના કેસ વધવા પાછળ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે. ગંદકી અને જમાતી લોકોમાં અવેરનેસનો અભાવ, અફવાઓ પર ધ્યાન આપ્યું અને કોરોનાનો ચેપ વધુ ફેલાઈ ગયો. હાલ તો લૉક ડાઉનને કારણે ગુજરાત સરકારને ખૂબ સહન કરવાનું આવ્યું છે, તેની સાથે પ્રજા પણ પિસાઈ રહી છે, તેની સાથે ઉદ્યોગ-ધંધા બંધ છે. એકતરફ મંદીનો માહોલ હતો, અને કુલ 40 દિવસનું લૉક ડાઉન થયું છે. તેનાથી ગુજરાતના વેપાર-ધંધાને મોટુ નુકશાન પડશે તે સરભર નહી કરી શકાય. જે વેપાર-ઉદ્યોગ પાસે પોતાની મૂડી છે, તેને આવક નહી થાય પણ સામે પગાર સહિતના ખર્ચ ચુકવાના આવશે, તેને બહુ વાંધો નહી આવે. પણ જે વેપાર-ઉદ્યોગો લોન લઈને બિઝનેસ કરી રહ્યા હતા, તેમને માથે આફત તૂટી પડશે. હજી સરકાર તરફથી ઉદ્યોગ-ધંધાવાળાઓ માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરાઈ નથી.

અહેવાલ- ભરત પંચાલ

Last Updated : Apr 26, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.