ETV Bharat / state

CM રૂપાણી કોરોના સંક્રમિત થતાં હવે ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા કોણ ભજવશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર બરાબર જામ્યો છે. જો કે કોરોનાને કારણે જોઈએ તેવો ચૂંટણીનો રંગ દેખાતો નથી. આમ જનતા હજૂ મોટા ગેથરિંગથી દૂર રહે છે. તેમ છતાં 6 મનપાની ચૂંટણીમાં પ્રચાર હવે થોડોથોડો જામી રહ્યો છે, પણ ગુજરાતના ચૂંટણીના સ્ટાર પ્રચારક એવા CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ હોવાથી તેમની જાહેર સભા રદ્દ કરવી પડી છે, તેમના સ્થાને દિલ્હીથી કોઈ સ્ટાર પ્રચારકને ઉતારશે કે કેમ? ETV BHARATનો સ્પેશિયલ રિપોર્ટ…

Vijay Rupani
Vijay Rupani
author img

By

Published : Feb 16, 2021, 10:51 PM IST

  • વિજય રૂપાણી કોરોના સંક્રમિત થતાં જાહેરસભા રદ્દ
  • ગત સપ્તાહમાં મુખ્યપ્રધાને અનેક સભાઓ કરી
  • CM રૂપાણીના સંપર્કમાં આવેલા ઘણા લોકો કોરોના સંક્રમિત થયા

અમદાવાદ : ગુજરાતના CM વિજય રૂપાણી જાહેરસભામાં તેમની ભાષામાં ગુજરાતીઓને રાજ્ય સરકારની યોજનાઓ અને મોદી સરકારની કામગીરી અંગે વાત કરી રહ્યાં હતાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો અંગે CM રૂપાણી સ્થાનિક ભાષામાં જ જવાબ આપતાં હતાં. કોંગ્રેસને આડે લીધી અને કહેતાં હતાં કે, કોંગ્રેસ તૂટી રહી છે. આપ અને AIMIM માત્ર રાજનીતિ કરવા આવી છે. આ બધા મુદ્દાઓ લઈને પ્રચાર કરતાં હતાં, પણ એકાએક વડોદરાની જાહેરસભામાં વિજય રૂપાણીને ચક્કર આવ્યા અને તેમને સ્ટેજ પર ઢળી પડ્યાં હતાં. જો કે સિક્યુરિટી સ્ટાફે તેમને સંભાળી લીધા અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડીને તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં.

10 ડૉકટરોની ટીમ ખડેપગે

સામાન્ય ચક્કર આવ્યાં હતાં, વધારે પડતા કામના બોજાને કારણે અને શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જતાં તેમને ઢળી પડ્યાં હતાં. અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા અને 10 ડૉકટરોની ટીમ ખડે પગે હતી. તમામ પ્રકારના ટેસ્ટ માટે તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેવી સત્તાવાર જાહેરાત ડેપ્યુટી CM નિતીન પટેલ અને ડૉકટર આર. કે. પટેલે કરી હતી. જો કે રૂપાણીનો આરટી- પીઆર રિપોર્ટ પણ કરાયો હતો. જે બીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ગાંધીનગરથી લઇને આખા ગુજરાતમાં સોંપો પડી ગયો હતો. કારણ કે CM વિજય રૂપાણીએ ગત એક સપ્તાહમાં અનેક સભાઓ અને બેઠકો યોજી હતી. તમામ બેઠકો, કાર્યકમો અને જાહેરસભામાં હાજર રહેનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

CM વિજય રૂપાણીને 3 દિવસથી તાવ આવતો હતો

સુત્રોમાં જાણવા મળ્યા મુજબ વિજય રૂપાણીને 3 દિવસથી સામાન્ય તાવ રહેતો હતો. ચૂંટણીને કારણે તેમના પર કામનો ભારે બોજો હતો. સવારે ઉઠ્યા ત્યારથી સતત બેઠકો, લોકસંપર્ક અને રાત્રે જાહેરસભા… વધુ પડતા બોજાને કારણે તેમનું પ્રેશર લો થઈ ગયું હતું.

CM રૂપાણીને અનેક લોકો મળ્યાં હતાં

વિજય રૂપાણીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લીધો હતો. તે બેઠકમાં ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત હતાં. ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા બન્ને કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. રૂપાણીની સતત સાથે રહેતા તેમના PA શૈલેષ માંડલિયા પણ કોરોનો પોઝિટિવ થયાં હતાં. CMOનો તમામ સ્ટાફ સેલ્ફ કવૉરેન્ટાઈન થયો હતો. CM રૂપાણીને જ્યારે યુ એન મહેતા હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ડૉકટર આર. કે. પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ડેપ્યુટી CM નિતીન પટેલ, ડીજીપી આશિષ ભાટિયા, મેયર બિજલ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ CMની ખબરઅંતર પૂછવા આવ્યાં હતાં. આ તમામને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી હતી.

CMને સ્થાને હવે ચૂંટણી પ્રચાર કોણ કરશે?

CM વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હોવાથી હવે તેમને ચૂંટણીપ્રચારમાં જઈ શકશે નહી, પણ તેમની ખોટ ભાજપ પક્ષને સાલશે. ભાજપના વર્તુળોમાં એવી ચર્ચા હતી કે, વિજય રૂપાણીનું ચૂંટણીપ્રચારમાં સ્થાન લે તેવા કેન્દ્રમાં કોઈ પ્રધાનને મોકલે તેવી શકયતા છે. અથવા તો સ્ટારપ્રચારક સ્મૃતિ ઈરાનીની જાહેરસભાની સંખ્યામાં વધારો કરે દેવાશે. જ્યાં CM જવાનાં હતાં, ત્યાં સી. આર. પાટીલની સભા ગોઠવાશે અથવા ડેપ્યુટી CM નિતીન પટેલ સભા ગજવશે, તેવી ચર્ચા ચાલી રહી છે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ (ETV BHARAT, ગુજરાત )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.