અમદાવાદ : આ વિતરણ અભિયાનમાં ઘણી સ્વયંસેવી સંસ્થાઓ સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ સામાજિક પહેલને ચાલુ રાખવા માટે, આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોને 29 માર્ચ, 2020 થી 11 એપ્રિલ, 2020 સુધીના છેલ્લા 14 દિવસમાં જરૂરિયાતમંદ અને નિરાધાર લોકો માટે તેના 5 બેસ કિચનમાં લગભગ 1.70 લાખ દાળ,ખીચડી અને અથાણાંના પેકેટ તૈયાર કર્યા છે અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પેકેટો પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદના બેઝ કિચન, સેન્ટ્રલ રેલવેના ભુસાવલ અને પુના, વેસ્ટ સેન્ટ્રલ રેલવેના ઇટારસીમાં તૈયાર કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં 99 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે તેના પોતાના સ્રોતમાંથી 760 ફૂડ પેકેટ ઉપરાંત 780 અન્ય ફૂડ પેકેટ પણ વિતરણ કર્યા હતા. આ ફૂટ પેકેટ એનજીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.