- વેસ્ટર્ન રેલવેએ 22 માર્ચથી, 8 જૂન સુધીમાં 20 હજારથી વધુ માલવાહક રેક લોડ કર્યા
- વેસ્ટર્ન રેલવેને આ ગુડ્સ લોડિંગ દ્વારા આશરે 4272 કરોડ રૂપિયાની આવક થઈ
- કોરોના વાઇરસને કારણે વેસ્ટર્ન રેલવે આવકમાં લગભગ 3212 કરોડ રૂપિયાનું નુકસાન
- વેસ્ટર્ન રેલવેએ લોકડાઉનમાં જરૂરિયાતની વસ્તુઓ લોકો સુધી પહોંચાડી
અમદાવાદઃ 22 માર્ચ, 2020થી 8 નવેમ્બર, 2020 સુધીમાં વેસ્ટર્ન રેલવેએ માલ ગાડીઓના 20,695 રેક લોડ કર્યા હતાં. આ લોડિંગ દ્વારા આશરે 4272 કરોડ રૂપિયાની આવક થઈ છે. 20,695 રેકમાં લોડ કરવામાં વિવિધ આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. જેમ કે, પીઓએલ - 2173, ખાતરો - 4141, મીઠું - 1086, ફૂડગ્રેન- 196, સિમેન્ટ - 1870, કોલસો - 788, કન્ટેનર- 9183 અને જનરલ ગુડ્ઝ - 92 રેક, કુલ 45.04 મિલિયન ટન સામાનનું પરિવહન કરાયું છે.
માલ પરિવહન માટે વિવિધ પ્રકારના રેક વપરાયા
આ ઉપરાંત, મિલેનિયમ પાર્સલ રેક્સ, જેમ કે દવા, દૂધ પાવડર, પ્રવાહી, દૂધ અને સામાન્ય વપરાશી માલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા દૂધના રેક્સ સહિત, મુખ્યત્વે ઉત્તરીય અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાં પરિવહન કરવામાં આવતું હતું. પશ્ચિમ રેલવેના જુદા-જુદા ઇન્ટરચેંજ પોઇન્ટ પર 20,458 ટ્રેનો સોંપવામાં આવેલી અને 20,490 ટ્રેનો સહિત કુલ 40,948 નૂર ટ્રેનો અન્ય રેલ્વે સાથે બદલી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, મજૂરોની અછત હોવા છતાં, જમ્બોના 2663 રેક, BOXN -1586 રેક અને બીટીપીએનના 1162 રેક વેસ્ટર્ન રેલવેના વિવિધ સ્ટેશનો ઉપર ઉતારવામાં આવ્યા હતા.
પાર્સલ વિશેષ ટ્રેનો પર વધુ ભારણ મૂકાયું
23 માર્ચથી 8 નવેમ્બર, 2020 સુધીમાં ઉપરોક્ત માલ ટ્રાફિક ઉપરાંત, 1.71 લાખ ટનથી વધુ વજનની ચીજવસ્તુઓ તેની 664 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓનો સમાવેશ થાય છે. માછલી, દૂધ વગેરે આ પરિવહન દ્વારા થતી આવક રૂ. 58 કરોડથી ઉપરની છે. આ સમયગાળા દરમિયાન, વેસ્ટર્ન રેલવે દ્વારા 116 દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 88 હજાર ટનથી વધુનો ભાર હતો અને વેગનનો 100 ટકા ઉપયોગ હતો. તેવી જ રીતે, વિવિધ આવશ્યક ચીજવસ્તુઓને પરિવહન કરવા માટે 54,500 ટન ભારણવાળી 485 કોવિડ-19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી.
આ ઉપરાંત, લગભગ 28 હજાર ટન ધરાવતાં 63 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100 ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. વેસ્ટર્ન રેલવેએ લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના જુદા-જુદા ભાગોમાં વિવિધ સમયપત્રક પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવવાનું સુનિશ્ચિત કર્યું છે. એક પાર્સલ સ્પેશિયલ ટ્રેન, જેમ કે બાંદ્રા ટર્મિનસથી જમ્મુ તાવી અને પાલનપુરથી હિન્દ ટર્મિનલ સુધીની દૂધની ખાસ રેક 9 નવેમ્બર, 2020 ના રોજ વેસ્ટર્ન રેલવેથી રવાના થઈ હતી.
લોકડાઉનના કારણે પેસેન્જર ભાડામાં વેસ્ટર્ન રેલવેને નુકસાન
કોરોના વાઇરસને કારણે વેસ્ટર્ન રેલવેને આવકનું કુલ નુકસાન લગભગ 3212 કરોડ રૂપિયાનું થયું છે. જેમાં ઉપનગરીય વિભાગ માટે 501 કરોડ અને પરા વિસ્તાર સિવાય માટે 2711 કરોડનો સમાવેશ થાય છે. આમ છતાં 1 માર્ચ, 2020થી 8 નવેમ્બર, 2020 સુધી ટિકિટો રદ થવાને પરિણામે પશ્ચિમ રેલવેએ રૂ. 479 કરોડનું રિફંડ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ રિફંડ રકમમાં એકલા મુંબઇ ડિવિઝને 234 કરોડ રૂપિયાથી વધુના રિફંડની ખાતરી આપી છે. અત્યાર સુધીમાં વેસ્ટર્ન રેલવેના 74..43 લાખ મુસાફરોએ તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમને રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.