ETV Bharat / state

માગશરમાં માવઠું: હજુ વરસાદના એંધાણ, કેરીનો પાક બગડે એવી સ્થિતિ - Arabian Sea rainfall system

જૂનાગઢ, બગસરા, ગીર સોમનાથ અને ભાવનગરના જુદા જુદા વિસ્તારમાં કમૌસમી વરસાદને (Rainfall in Saurashtra) કારણે ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર (Rainfall Junagadh District) હજુ પણ ગુજરાતના કેટલાક ભાગમાં અરબી સમુદ્રમાં લો (Low Pressure in Arabian Sea) પ્રેશરને કારણે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળતા જગતના તાત ફફડી રહ્યા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે પણ અચાનક વરસાદને કારણે વાતાવરણ પલટાયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રના પંથકમાં ગુરૂવારથી છેલ્લા બે દિવસથી હવામાનમાં મોટો ફેરાફાર જોવા મળતા ભેજવાળું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

માગશરમાં માવઠું, હજુ વરસાદના એંધાણ કેરીનો પાક બગડે એવી સ્થિતિ

author img

By

Published : Dec 15, 2022, 11:01 AM IST

Updated : Dec 15, 2022, 1:35 PM IST

અમદાવાદઃ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં શિયાળાની સીઝનમાં (Rainfall in Winter season Gujarat) વરસાદ પડ્યો હતો. શિયાળાની ઠંડીએ હજુ જમાવટ કરી નથી ત્યાં વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રાય અને કેરીના પાકને માઠી અસર થાય એવી ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ, બગસરા, ગીર સોમનાથ, ભાવનગરમાં (Rainfall in Saurashtra) માવઠાને કારણે શિયાળે રસ્તા પરથી નદીઓ વહી ગઈ હતી. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર જિલ્લામાં વરસાદે ધબધબાટી (Rainfall in Vadodara) બોલાવી દેતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચમાં કમૌસમી (Mavthu in Gujarat)વરસાદ થયો હતો.

આ પણ વાંચોઃ કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા શાકભાજીને ભારે નુકસાન, ખેડૂતોમાં ચિતાનું મોજું

અમરેલીમા 1 નંબરનું સિગ્નલઃ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબર નું સિગ્નલ લગાવ્યું છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમૌસમી વરસાદની અસર દેખાય શકે છે. જેના કારણે આ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાની જણસો ખલામાં ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાય છે. ખાસ કરીને દરિયાની સ્થિતિને પારખીને આ સિગ્નલ આપવામાં આવ્યું છે. હળવાથી ભારે વરસાદને કારણે અમરેલી પંથકમાં વિઝિબિલિટી પણ ઝીરો થઈ શકે છે.

પોરબંદરમા 1 નંબરનું સિગ્નલઃ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

પાકને માઠી અસરઃ આવા કમૌસમી વરસાદને કારણે શાકભાજી અને ફળમાં કેરીને માઠી અસર થઈ શકે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું હવામાન રહેવાને કારણે વાતાવરણમાં રહેલો ભેજ અનુભવાયો હતો. માગસર મહિનામાં માવઠાથી રોગચાળો વધે એવી ભીતિ પણ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ફક્ત એક દિવસ માટે માવઠાની આગાહી છે. અન્ય જગ્યાએ બે દિવસ સુધી માવઠાની આગાહી છે. હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી ડાંગ માં વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓને રાહત, તંત્રએ ઠંડીને લઈને શાળાના સમયમાં કર્યો ફેરફાર

ખેડૂતોની બજેટ બગડશેઃ આગામી દિવસોમાં વરસાદ યથાવત રહ્યો તો કેરી પકવતા ખેડૂતોનું બજેટ બગડવાની પૂરેપૂરી ભીતિ છે. કારણ કે, હાલમાં આ સીઝનમાં કેરીમાં મોર આવતા હોય છે. જ્યાં કેરીનો પાક થતો હોય છે ત્યાં હાલમાં આંબામાં મોર બેસવાની સિઝન ચાલી રહી છે. પરંતુ બદલાયેલા વાતાવરણને પગલે મોર કાળા પડીને ખરી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. લો પ્રેશર સક્રિય હોવાને પગલે રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢમાં કમૌસમી વરસાદ પડી શકે છે.

Last Updated : Dec 15, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.