- શસ્ત્રપૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
- અમદાવાદ VHP કાર્યાલય ખાતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- નેતાઓ અને સામાજિક આગેવાનો સામે કોઈ કાર્યવાહી નહી
- VHP - બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન
અમદાવાદઃ દેશના વડાપ્રધાનની સલાહ દરવાજા સુધી હોય તેવા દ્રશ્ય અમદાવાદના પાલડી સ્થિત VHP કાર્યાલય ખાતે સર્જાયા હતા. જ્યાં શસ્ત્રપૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા તો થયા પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ઉલ્લંઘન થયું હતું.
નેતાઓ અને કાર્યકર્તાઓને સમજાવે કોણ ?
કોરોના વધુના વકરે તે માટે સફાઈકર્મચારીથી લઇને વડાપ્રધાન અને સામાજિક કાર્યકર્તાથી લઈને વૈજ્ઞાનિકો અને ડૉકટર્સ લોકોને સતત જાગૃત કરી રહ્યા છે કે, કોરોના હજી ગયો નથી સાવચેત રહો. સરકાર દ્વારા કોરોના ગાઇડલાઈન પણ જાહેર કરવામાં આવી કે, સામાજિક અંતર અને માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. પણ આ નેતાઓ અને કાર્યકર્તાઓને સમજાવે કોણ તે એક મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. કારણકે સતત રાજકીય પક્ષઓ અને હવે સંગઠનો દ્વારા પણ બેદરકારીઓ રાખવામાં આવી રહી હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. જ્યારે સામાન્ય નાગરિક માસ્ક વગર જોવા પણ મળે તો તેની સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરતી હોય છે. પરંતુ નેતાઓ અને સામાજિક આગેવાનો સામે કોઈ કાર્યવાહી નહિ તેવા પ્રશ્ન હવે લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યા છે.
VHP કાર્યાલય બહારનું દ્રશ્ય
હાલ જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે તે અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય બહાર કોરોના કાળમાં બિહામણું દ્રશ્ય જોવા મળ્યું. જ્યાં VHP - બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું અને કોરોના ગાઇડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન પ્રધાન રાજેશભાઇ તેમજ પ્રધાન ભરતજી અને જનકસિંહજી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ કર્યો હતો.
સંગઠન અને રાજકીય પક્ષઓની બેદરકારી
જ્યાં સોશિયલ ડિસ્ટન્સ તો ઠીક માસ્ક પણ ખૂણામાં મૂકી જાણે કોરોના કાયમ માટે જતો રહ્યો હોય તે માહોલમાં જોવા મળ્યા. ઉપરથી આ તમામ પૂજન કાર્યક્રમના ફોટો સોશિયલ મીડિયા પર મૂકી કોરોનાનો નાશ કર્યો હોય તેવું ચિત્ર ઊભું કર્યું. હવે આ લોકોને સમજાવે કોણ? તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. દેશના વડાપ્રધાન એક તરફ રાષ્ટ્રજોગ સંદેશ આપી લોકોને સાવચેતી રહેવા અપીલ કરતા હોય છે. કોરોના વાઇરસની રસી શોધાઈ નથી જેથી લોકોએ તકેદારી રાખવાની વાત તેઓ કરતા હોય છે. જ્યારે શું સંગઠન અને રાજકીય પક્ષઓ આજ રીતે બેદરકારી દાખવતા રહેશે તો સામાન્ય નાગરિક માત્ર દંડ ભરવા માટે જ રહેશે કારણકે સામન્ય નાગરિક સામે દંડની કાર્યવાહી તો નેતાઓ અને આગેવાનો સામે નહિ તેવા સવાલો ઉપસ્થિત થયા છે.