અમદાવાદ: ગુજરાતમાં હાલમાં હાર્ટ એટેકના કારણે મૃત્યું અંકમાં વધારો થયો છે, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાલની ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને હાર્ટ એટેક બાબતે સર્વે કરવાની ટકોર કરી છે, જોકે આ દુ:ખદ અનુક્રમમાં ગુજરાતના દિગ્ગજ નામ ધરાવતા વાઘ બકરી ચાના ડિરેકટર પરાગ દેસાઈનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. આજે અમદાવાદના થલતેજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.
વાઘ બકરી ગ્રુપના ડાયરેક્ટર હતાં પરાગ દેસાઈ: 52 વર્ષીય પરાગ દેસાઈ કે જેઓ વાઘ બકરી ગ્રુપના ડાયરેક્ટર હતા, તેઓ થોડા દિવસ પહેલાં ઘરમાં પડી ગયા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી, ત્યારે 52 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયાં હોવાના સમાચાર વહેતા થતાં તેમના પરિવારજનો, મિત્રો અને વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આજે થલતેજના સ્મશાન ગૃહ ખાતે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરાગ દેસાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિ દરમિયાન ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સમાજના વરિષ્ઠ આગેવાનો પણ થલતેજ સ્મશાન ગૃહ ખાતે હાજર રહ્યા હતા. સૂત્રો તરફ થી મળતી માહિતી મુજબ પરાગ શાહને ઘરની બહાર શ્વાને કરડવાનો પ્રાયસ કર્યો હતો અને જેના કારણે તેઓ ઘરની બહાર પકટાયા હતા, ત્યારે સૌ પ્રથમ તેમને અમદાવાદની સેલ્બી હોસ્પિટલ અને ત્યારબાદ ઝાયડ્સ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર તેમને માથાના ભાગની ઇજા થી બ્રેન હેમરેજ થયુ હતું અને સારવાર દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
અમેરિકામાં કર્યું હતું MBA: વાઘ બકરી ગ્રુપના ડિરેક્ટર એવા પરાગ દેસાઈની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 1990 માં તેમના પિતરાઈ ભાઈ પારસ દેસાઈ સાથે ફેમિલી બિઝનેસને જોઈન્ટ કર્યું હતું. પરાગ દેસાઈએ અમેરિકાની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું અને તેઓ વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવતા હતા.