બંનેના પરિવારના લોકો વૃષ્ટી અને શિવમને લઇને ચિંતામાં હતા, જેથી તેમને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંનેને શોધવામાં સ્થાનિક પોલિસએ પણ સહકાર આપ્યો હતો. પોલિસે જણાવ્યા પ્રમાણે વૃષ્ટી અને શિવમ કાસોલમાં પેઇન્ટીંગ બનાવીને પૈસા કમાતા હતા તેમજ ત્યાંના ગુરૂદ્વારાના લંગરમાં જમતા હતા.
ચંદીગઢથી બંનેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાં બંનેના વાલીઓએ બંનેને આવકાર્યા હતા. એરપોર્ટથી બંનેને ક્રાઈમ બ્રાન્ચ ટીમ અમદાવાદ લઈ ગઈ હતી.બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાનના ટ્વિટ બાદ વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચ્યો હતો. તેના લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે મુશ્કેલી ઉભી થઇ હતી. આ કેસમાં એક મેલ મળ્યા બાદ પોલીસે લોકેશનના આધારે બંનેને ઉત્તર ભારતમાંથી શોધી કાઢ્યા હતા.પોલીસે બંનેને લઈને અમદવાદ એરપોર્ટ પહોંચી હતી, જ્યાં બંનેના પરિવારે બંનેને હર્ષભેર આવકાર્યા હતા.