- વિરમગામ સેવા સદન ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવી
- જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ તથા વેદાંતા ક્રેઈન ઓઇલ એન્ડ ગેસ દ્વારા શિબિરનું કરાયું આયોજન
- વિરમગામ પ્રાંતની આગેવાનીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત સહયોગથી થયો કેમ્પ
અમદાવાદઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ સમયે બ્લડ બેન્કો દ્વારા નિયમિત પણે કેમ્પો યોજી શકાયા નથી. જેથી બ્લડ બેન્કોમાં પૂરતા પ્રમાણમાં લોહી મળી શકયું નથી. આવા સમયે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વારંવાર લોહીની જરૂર પડતી હોય છે. જેથી જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ દ્વારા વિરમગામ તાલુકા સેવાસદન ખાતે વિરમગામ પ્રાંતની આગેવાનીમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહકારથી સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજાયો હતો.
![રક્તદાન કેમ્પ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:13:24:1610102604_gj-ahd-07-donatedblood-photo-story-gj10036_08012021160525_0801f_1610102125_339.jpg)
બ્લડ ડોનરોને સન્માનીત કરાયા
રક્તદાન કેમ્પમાં હર્ષદગીરી ગોસ્વામી, નવદીપસિંહ ડોડીયા, સુરેશ પટેલ, કિરીટસિંહ ગોહિલ, દિપક પટેલ, હિતેશ મુનસરા, દિપકસિંહ ડોડીયા, મનોજસિંહ ગોહિલ, લખુભા ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બ્લડ ડોનરોને સન્માન પત્ર આપી સન્માનીત કર્યા હતા.