- ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ - ડેલિગેશન દ્વારા ધોલેરા સરના અધિકારીઓ સાથે બેઠક
- ધોલેરા સર ખાતે એલ એન્ડ ટી કંપની દ્વારા ગટર અને રોડ રસ્તાની થઈ રહેલી કામગીરી અંગે લીધી મુલાકાત
- ડેલિગેશનમાં 35 જેટલા ઉદ્યોગકારો અને વેપારીઓ પણ સામેલ
અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ખાતેના ડ્રીમ પ્રોજેક્ટની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ કિરીટભાઈ સોનીના વડપણ હેઠળ સૌરાષ્ટ્રનું એક ડેલિગેશન ધોલેરા સરની મુલાકાતે આવ્યા હતાં. આ ડેલિગેશન દોઢ વર્ષ પૂર્વે શહેરની મુલાકાતે આવેલા પરંતુ જ્યારે આજે ધોલેરા સર ની પુનઃ મુલાકાત લેતા ધોલેરા સરનું કામ ઝડપી અને પ્રગતિ થઇ રહેલુ જોઈ ઉદ્યોગકારો દ્વારા ધોલેરા ખાતે પોતાના એકમો સ્થાપવાની કામગીરી થઈ રહેલ છે. તે પૈકી ટાટા કેમિકલ્સ દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યો છે, તેનું આગામી સમયમાં લીથીયમ બેટરીનું પ્રોડક્શન શરૂ થઈ જશે એવી ધોલેરા સરના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ડેલિગેશનમાં 35 જેટલા ઉદ્યોગકારો અને વેપારીઓ પણ સામેલ
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ કિરીટભાઈ સોની દ્વારા ધોલેરા સરના હેડ દિલીપભાઈ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત દરમિયાન પોતાની વાતચીતમાં દર્શાવેલ કે ધોલેરા સરથી સૌથી નજીકમાં ભાવનગર આવેલુ છે. ધોલેરા અને ભાવનગર વચ્ચે કનેક્ટિવિટી હજુ ઓછી જોવા મળે છે ત્યારે આ કનેક્ટિવિટી વધે તો ધોલેરા સરના વિકાસને વેગ મળશે. આ અંગે ધોલેરા સર દ્વારા આ કનેક્ટિવિટી વધુ સારી થાય તેવા પ્રયત્નો કરવા સરના હેડને તેમજ અન્ય અધિકારીઓને રજૂઆત કરી હતી ત્યારે ડેલિગેશનમાં ઉપસ્થિત ઉદ્યોગકારો અને વેપારીઓએ પણ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ વિકસાવી તત્પરતા દાખવી હતી.
આમ, ધોલેરા સર ની મુલાકાતે આવેલા ડેલીગેશન દ્વારા પ્રત્યક્ષ થઇ રહેલી કામગીરી નિહાળી હતી. ત્યારે એલ એન્ડ ટી કંપની દ્વારા ગટર અને રસ્તાની કામગીરીને જે રીતે વેગ મળી રહ્યો છે તેને બિરદાવી હતી. ધોલેરા સરના અધિકારીઓ દ્વારા ધોલેરા સરની થઈ રહેલા પ્રગતિ અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ચેમ્બર પ્રમુખ અને ડેલિગેશને થઈ રહેલ ધોલેરા સર ની ઝડપી પ્રગતિ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાંઘાઈ સીટી તરીકે ધોલેરા સરને વિકસાવવા સ્વપ્ન ખરેખર ઝડપથી પૂર્ણ થશે તેઓ આશાવાદ સેવવામાં આવ્યો હતો.