આ મુદ્દે વાતચીત કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ગુજરાતના પ્રધાન બન્યા ત્યારથી પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તેમાં સૌથી વધુ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો મતવિસ્તાર અસરગ્રસ્ત હતો અને હવે તેમના મતવિસ્તારની 33 હજાર હેક્ટર જમીનના ખેડૂતોને ફાયદો મળશે. ઇઝરાયેલ પણ 100 ટકા ગટરનું પાણી ટ્રીટ કરીને રિયુઝ કરે છે.
રાજ્યના તમામ મહાનગરોમાં ઉપયોગ કરાતા પાણીનું 70 ટકા પાણી રિટ્રીટ કરવાનો ઉદેશ્ય છે. અમદાવાદમાં દરરોજ ઉપયોગ કરાતા 900 MLD પાણીની સામે 350 MLD પાણીનો રિયુઝ કરાશે. રાજ્યમાં આ વર્ષે તમામ ખેડૂતોને પૂરતો પાણી મળશે અને ધંધુકામાં દીકરી ન આપવીએ વાત હવેથી ખોટી સાબિત થશે.
આ યોજનાથી ખરીફ અને રવિ સિઝન બંને મળી અંદાજે 12 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપ્લબ્ધ બનશે. આ યોજના રૂ. 100 લાખના ખર્ચે આકાર પામી છે. આ યોજનાથી દર વર્ષે કૃષિ આવકમાં અંદાજે રૂ. 80 કરોડનો વધારો થશે.
નર્મદા યોજનાના પાણીની નિર્ભરતામાં પણ ઘણા અંશે ઘટાડો થશે. આ ઉપરાંત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધિકરણ થયેલા પાણીના નિકાલનો પ્રશ્ન પણ હલ થશે. વાસણા બેરેજની કુલ સંગ્રહ-ક્ષમતા 189 મિલિયન ઘનફૂટ છે, પરંતુ આ યોજનાથી 26 વાર વાસણા બેરેજ ભરી શકાય તેટલું શુદ્ધિકરણ થયેલું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારની રિયુઝ ઓફ વેસ્ટ વોટર પોલીસી અંતર્ગત ટ્રીટમેન્ટ પ્લાન્ટના શુદ્ધ કરેલા પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવા માટેની આ નવી એક પહેલ છે.
CM વિજય રૂપાણીએ કહ્યું કે, શાહઆલમ હિંસાની પાછળ કોંગ્રેસ છે.