સેટેલાઇટ વિસ્તારમાં નાના બાળકો દારૂ અને ગાંજો વેચતા હોવાના દાવા સામે આવ્યા હતા. જેના પગલે તે વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે, આ સમગ્ર ગેરકાયદેસર ધંધા પર કયાંક પોલીસની રહેમનજર છે. આ ગોરખધંધા પોલીસ સ્ટેશનની બરાબર સામે જ ચાલે છે. જેની નોંધ વિજય રૂપાણીએ લઇ પ્રદિપસિંહ જાડેજાને આ વિસ્તારમાં પીડિત લોકોને મળવા માટે મોકલ્યા હતા.
તે દરમિયાન સ્થાનિક એનજીઓ અને મહિલાઓએ પ્રદિપસિંહને પોતાના પ્રશ્નો કર્યાં હતા. મહિલાઓએ પ્રદિપસિંહને કહ્યું હતું કે, પોલીસના અહીં આવવાથી લોકો દારૂ અને ગાંજો પીતા નથી અને વેચાતો પણ નથી. મહિલાઓના આ વાત સાંભળીને પ્રદિપસિંહે કહ્યું હતું કે, પોલીસ ખુદ બહુ કામમાં છે તેથી રોજ અહીંયા આવી શકે તેમ નથી. તમારે જાતે જ આ દૂષણને દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે. આ ઉપરાંત તેમણે એનજીઓની પણ મદદ લેવાનું પણ કહ્યું હતુું. વધુમાં ગુલબાઇટેકરામાં પણ આવા દૂષણો છે તેને દૂર કરવા માટે પણ સ્થાનિકો પ્રયત્નો કરે તેવું કહ્યું હતું.