અમદાવાદ : 2003માં ગુજરાત જ્યારે દુષ્કાળ, ભૂકંપ અને સહકારી બેંકના કૌભાંડના ત્રિવેણી સમસ્યામાં જકડાયો હતો, ત્યારે ગુજરાતથી ઉદ્યોગો જશે અને નવું મૂડી રોકાણ આવશે નહીં તેવી અફવાઓ ઉડતી થઇ હતી. આ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મર્યાદિત સંસ્થાઓ અને વિપરીત સંજોગોમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો આરંભ કર્યો હતો. આ સમયે યુપીએ સરકારે ગુજરાતને અન્યાય કર્યો હતો એમ PM મોદીએ વાંરવાર કહ્યું છે.
ઉદ્યોગપતિઓ સમિટને વધાવી રહ્યા છે : પરિમલ નથવાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતને એક્સપોર્ટ આધારિત વિકાસ કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટ થકી દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને આહવાન કર્યું જેના થકી ગુજરાત આજે દેશનું વિકસિત રાજ્ય બન્યું છે.
જાપાનનો વિશ્વાસ અને મૂડી રોકાણ થકી સહયોગ : જાપાનીસ ઉદ્યોગપતિએ ETV Bharatને જણાવ્યું કે, જાપાનએ ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું પ્રથમ કન્ટ્રી પાર્ટનર છે. જાપાનના ઉદ્યોગો વિશેષ તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે માંડલ ખાતે વિશેષ સેઝ છે. જ્યાં ફક્ત જાપાનીસ કંપનીઓ છે. છેલ્લાં બે દાયકામાં જાપાન-ભારતના આર્થિક સંબંધો ગુજરાત વાઈબ્રન્ટ સમિટથી સ્થપાયા તો રાજદ્વારી સંબંધોનો વિકાસ માટે વાઈબ્રન્ટ સમિટનો સિંહફાળો છે.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટે સાબિત કર્યું છે કે, નિર્ણાયક નેતૃત્વ સિદ્ધિ, સફળતા અને સમૃદ્ધિ લાવી શકે છે. પણ આ સફળતાને જાળવી રાખવા માટે ગુજરાત અને દેશે હવે વાઈબ્રન્ટ સમિટ થકી સતત અને નવિન પ્રયાસો કરવા પડશે. - સવજી ધોળકિયા, ગુજરાતના ઉદ્યોગપતિ
ગુજરાત વાઇબ્રન્ટ સમિટના બે દાયકા એટલે ગુજરાતનો 21મી સદિના પ્રથમ બે દાયકાનો વિકાસ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના PM નરેન્દ્ર મોદીના સ્વપ્નો થકી પહેલાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તો હવે ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બનશે. - જામનગર સાંસદ પૂનમબેન માડમ
રાજ્યના વિકાસમાં વધારો થયો : 2003થી સતત નરેન્દ્ર મોદી સાથે ઓદ્યોગિક વિકાસમાં સહભાગી થતા ઉદ્યોગકર્મી નીતિન શુક્લાએ ગુજરાત વાઈબ્રન્ટ સમિટને દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગણાવ્યું છે. ગુજરાતી ઉદ્યોગપતિઓની સાહસિકતા અને રાજકીય ઇચ્છાશક્તિએ વાઈબ્રન્ટ સમિટ થકી આર્થિક ક્રાંતિ સર્જી છે, જે હવે દુનિયાના દેશો અપનાવી રહ્યાં છે.
વાઈબ્રન્ટ સમિટથી સૌનો સાથ, સૌનો વિકાસની વાત સાર્થક થાઇ : વાઈબ્રન્ટ સમિટ થકી દેશના સૌ સમાજને તેના લાભ મળ્યાં છે. ભરુચ ખાતે સોલ્ટ ઇન્ડસ્ટ્રી ધરાવતા આસિફ પટેલે વાઈબ્રન્ટ સમિટથી દેશના મુસ્લિમ વેપારીઓ માટે વિકાસની વિશેષ તક આપે છે એમ કહી વાઈબ્રન્ટ સમિટના ફાયદા ગણાવ્યાં છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટએ દેશના દરેક રાજ્યો હવે ઇન્વેસ્ટમેન્ટ સમિટના નામે આયોજિત કરે છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટ હવે ખરાં અર્થમાં દેશના ગ્રોથ એન્જિન સાબિત થઇ છે.