વલસાડ: રાજ્યના કાયદા વિભાગના નાયબ સચિવે ગુરુવારે 36 જિલ્લાઓમાં 40 સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી છે. તેમની ગુજરાત નશાબંધી કાયદા હેઠળ નોધવામાં આવેલા પાંચ લાખ કે તેથી વધુના કેસો માટે નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનેક નાના-મોટા ગુનાઓમાં ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટે જાણીતા વલસાડ જિલ્લાના સરકારી ધારાશાસ્ત્રી અનિલ આર ત્રિપાઠીની પણ તેમાં નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે અન્ય એક વકીલ કે.એલ શ્રોફની પણ નિમણૂક કરવામાં આવી છે. એમ કુલ બે વકીલોની વલસાડ જિલ્લા માટે નિમણૂક કરવામાં આવી છે.