નારાયણ પટેલ જૂથની 3 સહકારી મંડળીઓની એપેલેટ ઔથરીટી દ્વારા ફાઇનલ લિસ્ટમાંથી બાદબાકી કરવામાં આવી હતી. આ કેસને હાઇકોર્ટની સિંગલ બેંચ બેલા ત્રિવેદી સમક્ષ પડકારવામાં આવી હતી. જો કે બેલા ત્રિવેદીએ એપેલેટ ઓથીરિટીના નિર્ણયને યોગ્ય હોવાનો ચુકાદો આપતા આ કેસની ડબલ બેન્ચમાં અરજી કરવામાં આવી છે.
અરજદાર વતી એડવોકેટ અર્ચિત જાનીએ રજુઆત કરી હતી કે હાઇકોર્ટની સિંગલ બેંચ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એ કાયદાની જોગવાઈ સાથે મેળ ખાતો નથી. અરજદારે સોલીટર ટ્રાન્જેક્શન રજૂ કર્યા તેમ છતાં તમને ફાઈનલ લિસ્ટ માંથી તેમને બાકાત રાખવામાં આવ્યા. ત્રણે માર્કેટીંગ સહકારી મંડળી વર્ષો જૂની છે અને તેમના લાયસન્સ આજ દિવસ સુધી રદ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી
જો કે હાલમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે, અને વધુ સુનાવણી 22મી એપ્રિલના રોજ હાથ ધરાશે.