અમદાવાદ: ઉતરાયણના તહેવારને (uttarayan 2023) હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. લોકો ઉતરાયણના અગાઉથી જ પતંગ ચગાવીને આ તહેવારની ઉજવણી શરૂ કરી દેતા હોય છે. જોકે આ દરમિયાન ઘણા બધા જીવલેણ અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે માત્ર વ્યક્તિઓ જ નહીં પરંતુ પશુ પંખીઓ પણ ઉતરાયણ દરમિયાન ઘાયલ થતા હોય છે અને બીજા પામીને મૃત્યુ (save the bird campaign in ahmedabad) પણ પામતા હોય છે.
ભારતનું સૌથી મોટું પક્ષી બચાવો અભિયાન: ઘણા બધા ટ્રસ્ટ અને જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પંખીઓનું રેસ્ક્યુ કરીને તેમની બચાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે અગાઉથી જ કંઈ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જીવદયા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણમાં 14, 15 અને 16 એમ કુલ ત્રણ દિવસ દરમિયાન અમારું પક્ષી બચાવો અભિયાન ચાલુ રહેશે. આ અભિયાન એ કદાચ ભારતનું સૌથી મોટું પક્ષી બચાવો અભિયાન હશે. 200થી 250 જેટલા સ્વયંસેવકોની ટીમ અમે તૈયાર કરી દીધી છે. ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી 100 જેટલા ડોક્ટરો પણ અમારે ત્યાં નોંધણી કરાવી ચૂક્યા છે. આ સાથે જ ફોરેનમાંથી પણ 6 જેટલા ડોક્ટર્સ પોતાની સેવા માટે આવવાના છે.
આ પણ વાંચો: વડોદરામાં ચાઈનીઝ દોરીએ લીધો વધુ એક યુવકનો જીવ
રેસ્કયૂ કામગીરી શરૂ: જીવદયા ટ્રસ્ટના મેનેજર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે ઉતરાયણ શનિ અને રવિમાં આવી રહી છે. ત્યારે રજા હોવાના કારણે આ વખતે પશુ પંખીઓ વધારે ઘાયલ થવાની શક્યતાઓ છે. જો અત્યારની વાત કરીએ તો અમારા માટે તો અત્યારથી જ ઉતરાયણ ચાલુ થઈ ગઈ છે એવું કહી શકાય કારણ કે અત્યારે પણ હાલની ઘાયલ થયેલા પશુ પંખીઓ અમારી પાસે અત્યારથી જ આવી રહ્યા છે અને તેની સારવાર પણ અમે કરીએ છીએ. છેલ્લા થોડા દિવસોમાં 100 જેટલા ઘાયલ પક્ષીઓની પણ સારવાર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ
સાવચેતી સાથે ઉત્તરાયણની ઉજવણી: લોકો તહેવારો જોઈ પરંતુ એની સાથે જ પશુઓ અને પંખીઓનું પણ ધ્યાન રાખીને સાવચેતી સાથે ઉજવણી કરે તો પશુઓને પંખીઓનો પણ ધ્યાન રાખી શકાય છે. આ સાથે જ ઉતરાયણના દિવસે કોઈપણ પ્રકારના પશુ પંખી ઘાયલ થશે તો તેમનું તરત જ રેસ્ક્યુ કરીને 24 કલાક સારવાર માટે પણ અમે ઉપલબ્ધ રહેશે. ક્યારેક તો ઉતરાયણ દરમિયાન એટલી બધા લોકો પશુઓને પંખીઓ ઘાયલ થતા હોય છે કે તે દિવસ માટે જ અઢીથી ત્રણ હજાર લોકો અમારે સ્થળની મુલાકાત લેતા હોય છે અને અમારા દ્વારા તેમની સારવાર પણ કરવામાં આવતી હોય છે.