રાજ્યભરમાંથી આશરે 40,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પોતાના ઉજવળ ભાવિ માટે UPSCની પરીક્ષા આપશે. તેમજ UPSC ની પરીક્ષા બે ભાગમાં લેવાશે. જેમાં પ્રથમ પરીક્ષા સવારે 9.30 કલાકે ત્યારબાદ બીજી પરીક્ષા બપોરે 2.30 કલાકે લેવાશે.
આ ઉપરાંત અમદાવાદમા 27,244 ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને અન્ય સેન્ટર પર પણ પરિક્ષા યોજાશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કેન્દ્રો પર 54 દિવ્યાંગ ઉમેદવાર પણ પરીક્ષા આપશે. જેમાં ઉમેદવારે પરિક્ષા સમયે ઓરીજીનલ આઈડી કાર્ડ પણ રાખવાનું રહેશે. તેમજ પરીક્ષાખંડમાં સાદી ઘડિયાળ સિવાય અન્ય ગેજેટ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.