ETV Bharat / state

Unseasonal rains : કમોસમી વરસાદ ખેડૂતો પાયમાલ બન્યા સરકાર યોગ્ય વળતર આપે : સાગર રબારી - Aam Aadmi Party State Vice President Sagar Rabari

આમ આજની પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગુજરાતના ખેડૂતોને વરસાદને કારણે પાકની અંદર ખૂબ જ મોટું નુકસાન થયું છે. સરકાર દ્વારા સર્વેની વાતો કરવામાં આવી છે, પરંતુ કેટલી રકમ વળતર પેટે આપવામાં આવશે તે જણાવ્યું નથી.

Unseasonal rains : કમોસમી વરસાદ ખેડૂતો પાયમાલ બન્યા સરકાર યોગ્ય વળતર આપે : સાગર રબારી

author img

By

Published : Apr 1, 2023, 5:31 PM IST

Unseasonal rains : કમોસમી વરસાદ ખેડૂતો પાયમાલ બન્યા સરકાર યોગ્ય વળતર આપે : સાગર રબારી.

અમદાવાદ : સમગ્ર દેશની અંદર ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ થવાને કારણે જીરું, ઇસબગુલ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને થયેલા પાકનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર સર્વેની તો વાત કરે છે. પરંતુ કેટલા રૂપિયા વળતર આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવતી નથી.

વીજળીમાં 32 ટકાનો વધારો : આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2021ની સરખામણીએ 2022 માં વીજળીના ભાવમાં 32 ટકા વધારો થયો છે. જેમાં ટાટા, અદાણી અને એસ્સાર કમ્પનીએ પ્રતિ યુનિટ પણ પોતાના દરમાં વધારો કર્યો છે. ગુજરાત સરકારે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના ખિસ્સાખંખેરીને ઉદ્યોગપતિઓને આપ્યા છે. ગુજરાત સરકારે 11,800 કરોડ 2021માં ચૂકવ્યા હતા. તેની સામે 2022માં 8700 કરોડ ચુકવ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પણ સ્વીકાર્યું છે કે ખાનગી ઉદ્યોગોને વીજળીના ભાવમાં સરેરાશ 32 ટકા વધારો આપ્યો છે. જ્યારે બીજી બાજુ લોકોની આવકમાં તો વધી નથી. પરંતુ તેના ખર્ચમાં વધારો કરી દીધો છે.

આ પણ વાંચો : Gandhinagar CMO: કોરોનાના કેસ વધતા બેઠકનો ધમધમાટ શરૂ, મોકડ્રીલ કરવા મુખ્યપ્રધાનના આદેશ

3 ખાનગી કંપનનીને ભાવ વધારો કર્યો : આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે 2021માં ખાનગી પાવર પ્લાન્ટ પાસેથી 3.97 રૂપિયા વીજળી ખરીદી હતી. જેની સામે 2022માં 5.25 વીજળી ખરીદી છે. જ્યારે એસ્સાર પાવર પાસેથી 225 ટકા વીજળીમાં વધારો કર્યો છે. 2021માં 1.49 પ્રતિ યુનિટ વીજળી ખરીદી હતી. તેની સામે 2022માં 6.32 વીજળી ખરીદી છે. એજ રીતે અદાણી પાસેથી 85 ટકા વધારો કર્યો છે. 2021માં 3.74 રૂપિયા પ્રતિ યુનિટ હતા. તેની સામે 2022માં 6.91 રૂપિયા પ્રતિ યુનિટ કર્યા છે. જ્યારે ચાલુ માસ દરમિયાન કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવમાં એક રૂપિયાનો પણ વધારો થયો નથી.

આ પણ વાંચો : Gujarat Assembly : દેશમાં મહામારી વચ્ચે ઘર ખરીદી મામલે અમદાવાદ મોખરે, પરતું ગુજરાતના 40 ટકા બિલ્ડર ચિંતામાં

કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યા : ગુજરાતમાં કમ ઉશ્મી વરસાદ થવાને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં કેરી, ચીકુના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં કેડના છોડ પડી જવાને કારણે અને શાકભાજીના પાકોને નુકસાન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગીર અમરેલી જૂનાગઢમાં કેસર કેરીના પાકને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં ચણા, ઘઉં, જીરું, રાયડો જેવા પાકોને પણ મોટાભાગે નુકસાન થતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નુકસાન થયેલા પાકનો સર્વે પણ કરવાની સૂચના આપવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ચોખવટ કરવામાં આવી નથી કે કયા પ્રકારે સર્વે કરવામાં આવશે. ખેડૂતોને નુકસાન પેટે કેટલું વર્તન આપવામાં આવશે. તે પણ હજુ સુધી સરકાર નક્કી કરી શકી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.