ETV Bharat / state

Gujarat Weather: ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતા, શું કહે છે હવામાન વિભાગ? - હળવો વરસાદ

ગુજરાતના ખેડૂતો માવઠાને લીધે અમાપ પાક નુકસાન વેઠી ચૂક્યા છે. હવે હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની કરી છે આગાહી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Unseasonal Rain Gujarat Sea Costal Area Saurashtra Kutch Jamnagar

ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતા
ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની શક્યતા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 5:15 PM IST

કમોસમી વરસાદની શક્યતા વિશે શું કહે છે હવામાન વિભાગ?

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે શિયાળો જામ્યો છે. જો કે ઠંડીની આ ઋતુમાં હવામાન વિભાગે ફરીથી વરસાદની આગાહી કરી છે. પહેલેથી જ માવઠાને લીધે ખેડૂત પાક નુકસાન વેઠી ચૂક્યો છે. જો કે ખેડૂતોને આ વર્ષે કુદરત સાથ ન આપતી હોવાનું જણાય છે. આવનારા દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી કરી છે.

વારંવાર કમોસમી વરસાદઃ આ વર્ષે ચોમાસુ પત્યા બાદ શિયાળાની શરુઆતમાં કમોસમી વરસાદ થયો હતો. હવે શિયાળાની મધ્યમાં પણ આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબ સાગરથી આવતા ભેજવાળા પવનોને લીધે ગુજરાતમાં ફરીથી વરસાદ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, જામનગર અને કચ્છમાં વીજળી સાથે વરસાદ થશે. જ્યારે નવસારી અને વલસાડ પંથકમાં હળવો વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં આ વિસ્તારનું તાપમાન પણ નીચુ જઈ શકે છે. આ જિલ્લાઓમાં તાપમાન નીચુ જતા ઠંડીની અસર વધી શકે છે.

અમદાવાદ-ગાંધીનગરમાં હવામાનઃ આગામી કેટલાક દિવસોમાં અમદાવાદ ગાંધીનગરના તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. તાજેતરમાં અમદાવાદનું તાપમાન 16 ડીગ્રી નોંધાયું હતું. જે આવનારા કેટલાક દિવસોમાં 15થી 17 ડીગ્રી વચ્ચે રહી શકે છે. આ દિવસોમાં રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 11થી 14 ડીગ્રી વચ્ચે જોવા મળશે.

અરબ સાગરથી આવતા ભેજવાળા પવનોને લીધે ગુજરાતમાં ફરીથી વરસાદ થઈ શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, જામનગર અને કચ્છમાં વીજળી સાથે વરસાદ થશે. જ્યારે નવસારી અને વલસાડ પંથકમાં હળવો વરસાદ થઈ શકે છે...ડૉ. મનોરમા મોહંતી(ડાયરેક્ટર, હવામાન વિભાગ)

  1. આગામી સપ્તાહે ગુજરાતનું હવામાન કેવું રહેશે, શું કહે છે હવામાન વિભાગ ?
  2. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે પાછી કમોસમી વરસાદની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.