અમદાવાદ : ઉનાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં કમોસમી માવઠું જામ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોથી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે 29 માર્ચના રોજ ફરી રાજ્યમાં ફરી વખત માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
29 માર્ચે વરસાદી માહોલ : હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ દસ્તક આપી શકે છે. જેમાં 29 માર્ચે ફરી વાદળો ગુજરાત તરફ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 29 માર્ચે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો Unseasonal Rain: ભરઉનાળે રાજકોટના રસ્તા થયા પાણીપાણી, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
તોફાની પવન સાથે માવઠું : તો સાથે સાથે 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે માવઠું થઈ શકે છે. જોકે આ સાથે અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 4 દિવસોમાં ગરમીનો પારો 3થી 5 ડિગ્રી વધી વધવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
3 દિવસ તાપમાનમાં ફેરફાર : હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે રાજ્યમાં આગામી 48 કલાક વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ 29 તારીખે માવઠું થવાની શયતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત માં 29એ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને માવઠાને લીધે આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે માવઠું થઈ શકે છે.
આ પણ વાંચો Unseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર
ખેતીના પાકોમાં વધુ નુકસાનનો ભય : છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ઘઉં, કેરી, ચણા, જીરૂ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. 29 માર્ચે ફરી વાદળો ગુજરાત તરફ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 29 માર્ચે વરસાદી માહોલ સર્જાવા શક્યતા હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સાથે સાથે 29 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે માવઠું થઈ શકે. આ સમાચારના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે વરિયાળીના પાક સહિત તમાકુ ઉપરાંત બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગ પણ કરી રહ્યા છે.