અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023 24નો વાર્ષિક ડ્રાફ્ટ બજેટ 8400 કરોડ રાખવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વેરામાં પણ જંગી વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરી અમદાવાદ શહેરના મેયરને આયોજન પત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય, હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત : પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હંમેશા જનતા પર બોઝ નાખવામાં આવે જ છે. જ્યારે આજે મોંઘવારીના મારથી લોકો ત્રસ્ત છે. કોરોના મહામારી વખતે પણ અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. આજ યુવાનો બેરોજગાર છે. ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે. આજે બેરોજગારી, બેકારી અને મોંઘવારીનો બોઝ હોય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતા ઉપર વધારાનો બોઝ નાખવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Draft Budget 2023 અમદાવાદમાં બનશે 5 આઈકોનિક રોડ, 6 નવા વાઈપ ટોપિંગ રોડ અને 9 નવા બ્રિજ
જનતા તમામ વસ્તુ ઉપર ટેક્સ આપે છે : વધુમાં જણાવ્યું હતું કે સરકારે આજે તમામ વસ્તુ પર ટેક્સ લઈ રહી છે. હાલમાં કોઈપણ વ્યક્તિ નાનામાં નાની વસ્તુ લેવા જાય છે. તે સમયે ટેક્સ આપે છે. તો પછી આ વધારાનો કરવેરો શા માટે નાખવામાં આવે છે. સરકાર પોતાની જાહેરાત મેળવવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે, ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થિતિ ખરાબ છે. તો આવો કરવેરો નાખો યોગ્ય નથી.
આ પણ વાંચો : Budget 2023 : નાના ઉદ્યોગોને બજેટથી ફાયદો હોવાનું માન્યું સોલાર એસોશિયેએશને
વિપક્ષ માત્ર હાજરી પુરાવા આવે છે : અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, વિપક્ષ માત્ર પોતાની હાજરી પુરાવા માટે જ આવા વિરોધ પ્રદર્શન કરી રહી છે. હજુ તો માત્ર રજૂ કરવામાં આવ્યું છે. હજી સુધારા વધારા માટે સત્તા પક્ષ વિભાગ દરેકની રજૂઆત સ્વીકારવામાં આવશે, ત્યારબાદ બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ હજુ 8400 કરોડનું એ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ વિપક્ષ દ્વારા કોઈપણ પ્રશ્ન ન હોય એટલે આવા ખોટા પ્રશ્નો લઈને વિરોધ પ્રદર્શન કરતા હોય છે.