અમદાવાદ: શહેર વિકાસની ગાડી પર જોવા મળી રહ્યું છે. દિવસે દિવસે શહેરનો વિસ્તારની સાથે સાથે શહેરની જન સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.જેના કારણે વાહનનો સંખ્યા વધતા ટ્રાફિકનું પ્રમાણ (Traffic problem in Ahmedabad)વધારે જોવા મળી રહ્યું છે. હાલમાં શહેરના મોટા ભાગ ચાર રસ્તા સિગ્નલ મુક્ત બની ચુક્યા છે. હવે શહેરની ફરતે આવેલ રિંગરોડ(Sardar Patel Ring Road) પર ઔડા વિભાગ હાલમા ઓવેરબ્રિજની સાથે અંડર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્ય જંકશન પર બનાવશે અંડરબ્રિજ -હાલમાં રિંગરોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે 5 જેટલા ઓવરબ્રિજનું કામ (Underbridge in Ahmedabad)ચાલી રહ્યું છે. જયારે 3 જંકશન પર અંડર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ, ભાડજ સર્કલ, મુમદપુરા પરના રિંગરોડ થ્રિ લાઈન ઓવરબ્રિજની સાથે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં દુબઈ જેવો થ્રી લેયર બ્રિજ, જુઓ સ્કાય વ્યૂ
રાજસ્થાન સર્કલ પર બનશે વધુ એક અંડર બ્રિજ - શહેરના હાલ 3 મુખ્ય જંકશન પર કામગીરી જેમાં વધુ એક ઓવરબ્રિજ ઔડા દ્વારા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરદાર પટેલ રિંગ રોડ પર આવેલ રાજસ્થાન સર્કલ પર બનાવવામાં આવશે. હાલમાં RNB દ્વારા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તેને આ અંડરબ્રિજની કામગીરી સોંપવામાં આવશે.
50 કરોડના ખર્ચે તૈયાર અંડરબ્રિજ થશે - રાજસ્થાન સર્કલ પર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતાજ RNB દ્વારા અંડર બ્રિજની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામ શરૂ કરવામાં આવશે. અંડરબ્રિજ અંદાજિત 50 કરોડના ખર્ચે આગામી બે વર્ષ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મુકાશે.