જેની સામે 1.50 લાખ ફોર્મ માન્ય રાખ્યા હોવાની વિગતો જણાવી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને આ માહિતીને એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે.
આ મામલે વાતચીત કરતા અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે, પહેલી દ્રષ્ટિએ તો આ આંકડા પ્રમાણે 33 હજાર બાળકો પ્રવેશથી વંચિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 1.70 લાખ સીટ ભરાશે નહીં અને લગભગ 70થી હજાર જેટલી બેઠકો જ ભરાશે. જેથી રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે ફોર્મ ભરવું અને ખાસ કરીને શાળાની ચોઇઝ ફીલિંગ કઈ રીતે કરવામાં આવે છે એ અંગે સમાચાર પત્રો અને ટીવીના માધ્યમથી વધુ પ્રચાર-પ્રસાર કરે જેથી મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ લઈ શકે.
જેથી રાજ્ય સરકારે આ અંગે સમાચારપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. RTE હેઠળ બાળકોને શાળા અને એમાં પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવે છે એ અંગેની તમામ પ્રકિયા રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગત વર્ષ 2018-19માં આશરે 33 હજાર જેટલા બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા.