ETV Bharat / state

G20 Meeting : B20 બેઠકમાં કેન્દ્રિય પ્રધાને કહ્યું, વિશ્વમાં તકલીફો છે તેની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે - Foreign Delegates in B20 India Inception Meeting

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે (G20 Meeting in India) બી20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગનો પ્રારંભ થયો છે. અહીં કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દેશવિદેશથી આવેલા વિવિધ ડેલિગેટ્સ પણ અહીં જોવા મળ્યા હતા.

G20 Meeting બી20 બેઠકમાં કેન્દ્રિય પ્રધાને કહ્યું, વિશ્વમાં તકલીફો છે તેની વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે

author img

By

Published : Jan 23, 2023, 4:45 PM IST

ગુજરાત સરકારની કામગીરી ઉત્કૃષ્ટ

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે G20 અંતર્ગત B20 બી 20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગનો પ્રારંભ થયો હતો. આજની (સોમવાર) પ્રથમ બેઠકમાં વિદેશથી 200 અને દેશના 40 ડેલિગેટ્સે ભાગ લીધો હતો. કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ પણ આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો G-20 Summit: G-20 સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના અધિકારીઓએ તૈયારીની કરી સમીક્ષા

દેશની અંદર મોંઘવારી 4.5 ટકાઃ કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં મોંઘવારી આસમાને પહોંચી છે. ત્યારે આજે દેશની અંદર 4.5 ટકા જ મોંઘવારી જોવા મળી રહી છે. આ જ દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. સરકાર દ્વારા આગામી આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં લઈને વિકાસ કરવામાં આવી રહ્યો છે.

આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત મહાત્મા મંદિર ખાતે આજથી 20 સમિટ અને ક્લાઈમેન્ટ ચેન્જ પર દેશવિદેશના નિષ્ણાતો તેમ જ B20ની ત્રણ દિવસની સમીટમાં આવ્યા છે. આ સમિટ RAISEની થીમ પર યોજાઇ રહ્યું છે. સરકાર દ્વારા યોજાના જી20 સેમી હેઠળ બી20 ઈન્સેપ્શન સમિતિ 2 યોજાય છે. ત્યારે આના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રિય આઈટી અને રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવ, ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી પંકજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વની તકલીફ સુધારવામાં ભારત સૌથી આગળઃ કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, G20 અંતર્ગત B20 અંતર્ગતની પહેલી મીટીંગ શરૂ થઈ છે. આ અમારૂ ભાગ્ય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એ વિશ્વશક્તિના સ્વરૂપમાં સમગ્ર વિશ્વમાં ભારત પ્રત્યે લોકોને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વની તકલીફોમાં ભારત અને ભારતની અર્થવ્યવસ્થા જેવી રીતે આગળ વધે છે. આ જ વિશ્વમાં આશા છે કે, આગળ આવવાના ખ્યાલમાં આપણા આઝાદીના આગળના અમૃત કાળના 25 વર્ષ વડાપ્રધાને એક વિકસિત દેશ બનાવવા માટે કામ કરવાનો ઉત્સાહ અને પ્રેરણા આપી છે.

ગુજરાત સરકારની કામગીરી ઉત્કૃષ્ટઃ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગળના 25 વર્ષમાં ભારતને એક વિશ્વગુરૂ બનાવાય, એક વિકસિત દેશ બને અને ભારતમાં અનેક વ્યક્તિને જીવનદાન, સુખદ જીવન, સમૃદ્ધ જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. મહાત્મા મંદિરમાં આજનો B20નો પહેલો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત સરકારનો આભાર માનું છું કે, આટલી સારી વ્યવસ્થા સમગ્ર વિશ્વમાંથી ડેલિગેટ આવ્યા છે. તેમ જ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે. ગુજરાત સરકારની ઉત્કૃષ્ઠ કામગીરીથી ખૂશ છે. ગુજરાતના લોકોનો આભાર માનું છું તમારો પ્રેમ, તમારા આમંત્રણ ઉપર જે ડેલીગેટ અહીંયા આવ્યા છે. ખૂબ થઈને જવાના છે.

આ પણ વાંચો G20 summit in India: ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ઇન્સેપ્શન મીટિંગ

મહેમાનોને ગુજરાતી ભોજન પીરસાયુંઃ આ તમામ ડેલિગેટને ગુજરાતી પૌરાણિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જેમાં બાજરીનો રોટલો, મકાઈના રોટલો, જુવારનો રોટલો આપવામાં આવે છે, જેથી ગુજરાતની સાંસ્કૃતિક અને પરંપરાને પણ સારી રીતે ઓળખી શકે. વડાપ્રધાન ભારતની વિશેષતા સમગ્ર વિશ્વમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય દેશો કરતા ભારતમાં મોંઘવારી ઓછીઃ કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ વર્ષ ખૂબ જ સમસ્યાઓ વાળું વર્ષ છે. આખા વિશ્વમાં મોંઘવારી સીમાએ છે. જે દેશોમાં 1, 2 ટકા મોંઘવારી જોવા મળતી હતી. ત્યાં આજે 10થી 12 ટકા મોંઘવારી જોવા મળે છે. કોઈ દેશમાં તો 40 વર્ષ સુધીની મોંઘવારી જોવાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં દેશમાં વર્ષ 2014 પહેલાં 10થી 12 ટકા મોંઘવારી હોય તો આશ્ચર્ય જોવા મળતું નહતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા. જ્યારે પ્રથમ જ વર્ષમાં 2015માં રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા સાથે કરાર કર્યો કે, રિઝર્વ બેન્કની જવાબદારી રહેશે કે મોંઘવારીને નિયંત્રણમાં લાવવામાં આવે. તેના કારણે છેલ્લા 8 વર્ષથી તો સરેરાશ 4.5 ટકા મોંઘવારી જોવા મળી રહી છે.

વિશ્વમાં થાય છે ભારતની ચર્ચા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2008-09ની અંદર 14 ટકા મોંઘવારી જોવા મળતી હતી. આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થાય છે. એક તરફ વિશ્વમાં મોંઘવારી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોંઘવારી અંકુશમાં રાખી છે. આના કારણે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપે આગળ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.