અમદાવાદના પાલડી NID પાછળના રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેંમાં એક જ સ્ટિંગની દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કામ કરી રહેલા શ્રમિકો પર દિવાલ ધરાશાયી થતા દિતાબેન મંગુભાઇ અને સુમનબેન અંબલિયારનું મોત નીપજ્યું હતું. જ્યારે સાઈકુબેન રસિકભાઈ તથા મંગુભાઇ ઇન્દ્રસિંહ ઘાયલ થયા હતા.
આ મામલે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ કરીને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની કામગીરી ચાલી રહી હતી. આ મામલે વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતાં.