ETV Bharat / state

Royal Bengal Tiger: રોયલ બેંગાલ ટાઇગર હવે જોવા મળશે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં

અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે ઔરંગાબાદથી 6 કાળિયાર અને 2 રોયલ બેંગાલ ટાઇગર લાવવામાં આવ્યા હતા. જેનો એક મહિનાનો કોરોન્ટાઇન પૂર્ણ કર્યા બાદ શહેરની જાહેર જનતા માટે પાંજરામાં ખુલ્લા મુકવામાં આવ્યા છે.

ઔરંગાબાદથી 6 કાળિયાર અને 2 રોયલ બેંગાલ ટાઇગર લાવવામાં આવ્યા

author img

By

Published : Mar 28, 2023, 6:19 PM IST

ઔરંગાબાદથી 6 કાળિયાર અને 2 રોયલ બેંગાલ ટાઇગર લાવવામાં આવ્યા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવેલ ગુજરાતના સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ખાતે નવા પ્રાણીઓનો વધારો થયો છે. ઔરંગાબાદથી લાવવામાં આવેલ છ કાળિયાર અને બે રોયલ બેંગલ ટાઇગરને જાહેર જનતા માટે આજથી પાંજરામાં ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની કુલ સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે.

બે માદા વાઘણ અમદાવાદ કાંકરિયા ખાતે લાવવામાં આવ્યા

2 વર્ષની 2 જોડી: મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે કાંકરિયા ઝૂમાં વિનિમયના નિયમ મુજબ ઔરંગાબાદના પ્રાણીસંગ્રહાલયમાંથી બે માદા વાઘણ અમદાવાદ કાંકરિયા ખાતે લાવવામાં આવ્યા છે. જેને 1 મહિનાના કોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યા બાદ શહેરની જનતા અને કાંકરિયાની મુલાકાતે આવનાર લોકો માટે પાંજરામાં ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ જોડી 2 વર્ષ અને 2 માસની જેનું નામ રંજન અને પ્રતિભા રાખવામાં આવ્યું છે.

દત્તક લઈ શકાશે: કિરીટ પરમારે વધુમાં જણાવ્યું હતું કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ-પક્ષીને દત્તક લેવા આવતા હોય છે. તેવી જ રીતે આ વાઘણને જે દતક લેવા માંગતા હોય તેને દત્તક લઈ શકે છે. જેનો એક વર્ષનો ખર્ચ 1.15 લાખ જેટલો થાય છે. જે વ્યક્તિ દત્તક લેશે તેના નામની પ્લેટ પણ તે પાંજરાની બહાર લગાવવામાં આવશે. બંને વાઘણના નામ એક વર્ષ માટે પોતાની ઈચ્છા મુજબ રાખી શકશે.

આ પણ વાંચો: પ્રાણીઓમાં કોરોના ન ફેલાય તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને સેનિટાઈઝ કરાયું

વાઘણની વિશેષતા: આ બંને માદા વાઘણ રંજનાની વાત કરવામાં આવે તો આ લોકોનું નિવાસસ્થાન લીલા ગાઢ જંગલો, વૃક્ષો પર્વતીય ટેકરીઓ હોય છે. જે હાલ ભારતમાં ફ્કત પ્રાણીસંગ્રહાલયોમાં જ જોવા મળે છે. જેનું કદ 5 થી 6 ફૂટ અને પૂંછડી 2 થી 3 ફૂટ હોય છે. આજે ખોરાક વિવિધ હરણ, જંગલી ભેંસ અને નાના પ્રાણીઓ છે. આ 102થી 113 દિવસના ગર્ભધાન પછી માદા 1 થી 6 બચ્ચાને જન્મ આપે છે. જયારે પ્રતિભા વાઘણની વાત કરવામાં આવે તો લીલા ગાઢ જંગલો, વૃક્ષો અને પર્વતીય ટેકરીઓમાં જોવા મળે છે. જે હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. જેનું કદ 5 થી 6 ફૂટ અને પૂંછડી 2 થી 3 ફૂટ હોય છે. વિવિધ હરણ, જંગલી ભેંસ અને નાના પ્રાણીઓ તેનો મુખ્ય ખોરાક છે.

આ પણ વાંચો: અમદાવાદની આ જગ્યાએ ગરમી નામની વસ્તુ જ નથી, જાણો...

કાંકરિયા ઝુમાંથી 21 પ્રાણીઓ મોકલાયા: કાંકરિયા પ્રાણીસંગ્રહાલય દ્વારા ભારતીય શિયાળ 3, ભારતીય શાહુડી 10, ઈમોજીવ 2, સ્પૂબિલ 6 એમ કુલ મળીને 21 પ્રાણીઓ ઔરંગાબાદ મોકલવામાં આવ્યા હતા. જેના બદલામાં ઔરંગાબાદ ઝુમાંથી કાળિયાળ 6 અને બેંગાલ ટાઇગર 2 અમદાવાદ કાંકરિયા ખાતે લાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.