ETV Bharat / state

ભુલ કાઢવા જતાં ભુલને પાત્ર બન્યા ધાનાણી, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

અમદાવાદઃ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. જેમાં દર વર્ષે કોઇને કોઇ ભૂલ જોવા મળે છે, ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રવિન્દ્રનાથની અટક અંગે ટ્વિટ કરી ફસાયા હતાં.

ટ્વિટ કરી પરેશભાઈ ફસાયા
author img

By

Published : Jun 7, 2019, 8:36 PM IST

Updated : Jun 7, 2019, 10:29 PM IST

લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરનાર કોંગી નેતા હવે પ્રજાના પ્રશ્નોને આગળ લાવવાને બદલે જરૂરી માહિતી વગર જ શિક્ષણ વિભાગ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે ધોરણ 6ની હિન્દીની બુક પર રાષ્ટ્રગીતના રચાયિતાનું નામ ખોટું જતું હોવાનું જણાવીને બે તસવીરો ટ્વિટ કરી હતી. આમ, પરેશ ધાનાણીએ સરકારની ભુલ કાઢીને સરકારની આલોચના કરી હતી. મહત્વનું છે કે, રવીન્દ્રનાથની આટકમાં ટાગોર અને ઠાકુર બંને માન્ય ગણાય છે.

ભુલ કાઢવા જતાં ભુલને પાત્ર બન્યા ધાનાણી

આ બાબતે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું હતું કે, દંભી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ. ફોટા શેર કર્યા હતા. જ્યારે આવી ભુલ કરનારા પાઠ્યપુસ્તક લખનારા ગુજરાતને શું ભણાવશે તેવા પ્રશ્નો વિરોધ પક્ષના પરેશ ધાનાણીએ કર્યા હતા. જ્યારે પાઠ્યપુસ્તક મંડળના વિષય નિષ્ણાંતે જણાવ્યું હતું કે, વર્ષ 2012થી અત્યાર સુધી જે પુસ્તકો પ્રિન્ટ કરવામાં આવ્યા છે. તેમાં રવીન્દ્રનાથ ટાગોર જ નામ પ્રિન્ટ થયું છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કોઇ જ ભુલ કરવામાં નથી આવી.

જો કે, રવિન્દ્રનાથની આટકમાં ટાગોર અને ઠાકુર બંને માન્ય છે. હિન્દીમાં ઠાકુર લખાય છે. ધાનાણીના ટ્વિટનો પ્રત્યુત્તર આપતા લોકોએ ધાનાણીના જ્ઞાનની ઠેકડી ઉડાવી હતી.

R_GJ_AHD_13_7MAY_2019_BOOK_BHUL_PARESH_DHANANI_TWITER_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD

નોંધ- પરેશ ધાનાણીના ટ્વીટનો સ્ક્રિન શોટ લેવા, મોબાઇલમાં નાની સ્ક્રિન હોવાથી સ્ક્રિન શોટ પુરા નથી આવતા......

કેટેગરી- ટોપ ન્યુઝ, રાજ્ય

હેડિંગ- ઘોરણ-6ના હિન્દી પાઠ્યપુસ્તકમાં ભુલ, રાષ્ટ્રગીતના રચયિતાની અટક ખોટી લખી.
અમદાવાદ- 
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. જેમાં દર વર્ષે કોઇને કોઇ ભુલ જોવા મળે છે. ત્યારે આ વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મોટી ભુલ કરી હોવાનુ સામે આવ્યુ છે. જેમાં દેશના રાષ્ટ્રગીતના રચિયતા રવિન્દ્રનાથ ટાગોરની અટકમાં ભુલ કરી હતી. ટાગોરની જગ્યાએ ઠાકોર લખ્યુ હોવાનુ ટ્વીટ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરીને સરકારની ભુલ કાઢીને સરકારની આલોચના કરી હતી. 
આ બાબતે પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યુ હતુ કે દંભી રાષ્ટ્રવાદનુ અસલી સ્વરૂપના કટાક્ષ કર્યા હતા. તથા ફોટા શેર કર્યા હતા. જયારે આવી ભુલ કરનારા પાઠ્યપુસ્તક લખનારા ગુજરાતને શુ ભણાવશે તેવા પ્રશ્નો વિરોધપક્ષના પરેશ ધાનાણીએ કર્યા હતા.  જ્યારે પાઠ્યપુસ્તક મંડળના વિષય નિષ્ણાંત કમલેશ પરમારે જણાવ્યુ હતુ કે વર્ષ 2012થી અત્યાર સુધઈ જે પુસ્તકો પ્રિન્ટ કરવામાં આવ્યા છે તેમાં રવીન્દ્રનાથ ટાગોર જ નામ પ્રિન્ટ થયુ છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કોઇ જ ભુલ કરવામાં નથી આવી. 
જ્યારે આ બાબતે પરેશ ધાનાણીએ વધુમાં શૈક્ષણિક વર્ષ  2016-17 ના પુસ્તકની અને શૈક્ષણિક વર્ષ 2019-20ના પુસ્તક પર લખેલ રવિન્દ્રનાથ ટાગોરનુ નામ પાઠ્યપુસ્તક દ્વારા કઇ રીતે લખવામાં આવ્યુ હતુ તે પણ ટ્વીટ કર્યુ હતુ. રાજ્યનુ પાઠ્યપુસ્તર મંડળ રાષ્ટ્રગીતના રચયિતાની અલગ અલગ ઓળખાણથી નવી પેઢીને ભ્રમિત કરવાનુ કારણ શુ હશે તેવા પ્રશ્નો કર્યા હતા.
Last Updated : Jun 7, 2019, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.