ETV Bharat / state

પાટણમાં સાદાઈથી રથયાત્રાના આયોજન માટે ટ્રષ્ટિઓએ તૈયાર બતાવી - પાટણ ન્યુઝ

પાટણમાં પ્રતિવર્ષે નીકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન જગન્નાથજીની આગામી 138મી રથયાત્રાને લઇ શહેરીજનો ભારે ઉત્સુક છે.પણ દેશમાં કોરોના મહામારીને કારણે સરકારી તંત્ર રથયાત્રા માટે મંજૂરી આપવામાં આવશે કે કેમ તેને લઈ ભારે દ્વિધા પ્રવર્તી રહી છે. તો બીજી તરફ જગન્નાથમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સરકાર મંજૂરી આપશે તો સાદાઈથી પણ રથયાત્રાનું આયોજન કરવા માટેની તૈયારી બતાવી છે.

patan trustees ready to start asimple
પાટણમાં સાદાઇથી રથયાત્રા નીકળવા ટ્રસ્ટી તૈયાર
author img

By

Published : Jun 3, 2020, 7:52 PM IST

પાટણ: ભારતમાં ત્રીજા ક્રમે આવતી અને રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પાટણમાં દર વર્ષે નીકળે છે. ચાલુ વર્ષે આગામી ૩૦મી જૂનના રોજ અષાઢી બીજ છે. તે દિવસે રથયાત્રા નિકળશે કે કેમ તેને લઈ અનેક અટકળો ચાલી રહી છે.

પાટણમાં સાદાઈથી રથયાત્રાના આયોજન માટે ટ્રષ્ટિઓએ તૈયાર બતાવી

દેશમાં કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. તેવા સમયે જ મહાઉત્સવ સમાન આ રથયાત્રાનું પર્વ આવ્યું છે. જો વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો મંદિરના ટ્રસ્ટીઓ સાદાઈથી રથયાત્રા નીકાળવાની તૈયારી દર્શાવી છે.

etv Bharat
પાટણમાં સાદાઇથી રથયાત્રા નીકળવા ટ્રસ્ટી તૈયાર

નોંધનીય છે કે, દર વર્ષે પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે. પણ કોરોનાની મહામારીના પગલે હવે સરકાર મંજૂરી આપશે તો સાદગીથી રથયાત્રા નીકળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.