ETV Bharat / state

Trichobazar: સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષની બાળકીના પેટમાંથી ટ્રાયકોબેઝોરની ગાંઠ નીકાળી

ટ્રાયકોબેઝારની તકલીફ (Trichobazar)સાથે મહેસાણા થી આવેલી 9 વર્ષની નેન્સીને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી છે. પેટમાં વાળના ગુચ્છના (Bunch of baby belly hair )કારણે થતી ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.

Trichobazar: સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષની બાળકીના પેટમાંથી ટ્રાયકોબેઝોરની ગાંઠ નીકાળી
Trichobazar: સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષની બાળકીના પેટમાંથી ટ્રાયકોબેઝોરની ગાંઠ નીકાળી
author img

By

Published : Apr 5, 2022, 4:08 PM IST

અમદાવાદઃ ટ્રાયકોબેઝારની તકલીફ સાથે મહેસાણાથી (Trichobazar)આવેલી 9 વર્ષની નેન્સીને એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. જેને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાં તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરવામાં આવ્યા હતા. સિવિલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો.

ટ્રાયકોબેઝોરની ગાંઠ નીકાળી

વાળ ગળી જવાની ટેવ પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની - 9 વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો મોટો ગુચ્છ (Bunch of baby belly hair )નીકળ્યો સિવિલ હોસ્પિટલના(Ahmedabad Civil Hospital ) નિષ્ણાંત તબીબોનું માનવું છે કે ‘ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે. જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.

દિકરી એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી - મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્ત યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Department of Civil Pediatric Surgery)સારવાર અર્થે લઇ જવા જણાવ્યું.

બાળકીને પીડામુક્ત કરવા આવી - પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા.

આ પણ વાંચોઃ Spine surgery: અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી અઢી વર્ષે રાજકોટના પ્રભાબહેન પીડામુક્ત થયાં

સર્જરી દ્વારા ગાંઠ દૂર કરવામાં આવી - અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. ડૉ. જયશ્રી રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે .જે ખાસ કરીને યુવતીઓ , કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલ થી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે.

દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી - તેઓ વધુમાં ઉમેરે છે કે, અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે. નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે કે, મારી દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દિકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી જે સંપૂર્ણપણે સફળ રહી છે. જે બદલ હું સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો હ્યદયપૂર્વક આભારમાનું છું.

અગાઉ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી - સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે.યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.

આ પણ વાંચોઃ કેન્સર હોસ્પિટલમાં સ્ટરનમ ટ્યુમરની જટીલ સર્જરી: તબીબોએ 6 કલાકની સર્જરી બાદ કચ્છના દર્દીને પીડામુક્ત કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.