ETV Bharat / state

અમદાવાદ: TRB જવાનની માનવતા, અજાણી મહિલાને લોહી આપી સારવારમાં કરી મદદ - TRB Jawanan in Ahmedabad gave blood to a woman

અમદાવાદમાં પોલીસ લોકડાઉનનું પાલન કરવાની સાથે લોકોની સેવા પણ કરી રહી છે. મણિનગરના એક વ્યક્તિને પણ આવા જ TRB જવાનની માનવતા ભર્યા કાર્યના દર્શન થયા છે.

ahmedabad trb
અમદાવાદ TRB જવાન
author img

By

Published : May 19, 2020, 10:16 AM IST

અમદાવાદ :લોકડાઉનમાં પોલીસ લોકો પાસે કડકપણે પાલન કરાવે છે. એટલું જ નહીં પણ લોકો માટે લોહી પણ રેડી દે છે. આ વાક્ય સાંભળીને કદાચ આપને અજુગતું લાગે પણ અમદાવાદમાં કંઇક આવી જ ઘટના સામે આવી છે. એસજી 2 ટ્રાફિકમાં ફરજ બજાવતા પ્રકાશ પરમારની લોકડાઉન દરમિયાન ફરજ મણિનગર ખાતે આવેલ ઝઘડિયા બ્રિજ પાસે હતી. તેના જ ભાગરૂપે લોક ડાઉન અમલ કરાવવા માટે પ્રકાશ પરમાર વાહનચાલકોને બહાર નીકળવા પાછળનું કારણ પૂછી રહ્યા હતા. ત્યારે ત્યાંથી એકટીવા લઈને નીકળેલા મનીષ દવે નામના વ્યક્તિને પણ પૂછપરછ માટે ઊભો રાખ્યો અને તેને TRB જવાનને આંખમાંથી આંસુ સાથે કહ્યું કે, મારી સાળીને કિડનીની બીમારી છે, લોહીની જરૂર છે. પણ તેમનું લોહી અનુકૂળ ના હોવાથી તે આપી શકતા નથી અને બ્લડ બેંકમા પણ સામે લોહી આપો તો જ લોહી આપે છે. આ શબ્દો સાંભળ્યા પછી ટ્રાફિક પોલીસના આ જવાનની ફરજ બહારની માનવતા અને TRB જવાને પ્રકાશભાઈને લોહી આપવાનું નક્કી કર્યું.

અમદાવાદ -TRB જવાનની માનવતા,અજાણી મહિલાને લોહી આપી સારવારમાં કરી મદદ
લોકડાઉન હોવાથી દૂરથી કોઈ સગા સંબંધી દૂરથી લોહી આપવા આવી શકે તેમ નહોતા. મનીષભાઈની એકટીવા ચેક કરતા આ શબ્દો સાંભળીને TRB જવાનની અંદરની માનવતા જાગી. તેને મનીષ દવેને કહ્યું તમે રડશો નહિ હું લોહી આપીશ. ત્યાંથી મણીનગરમાં આવેલ મહા ગુજરાત બ્લડબેંકમાં TRB જવાને તેનું લોહી આપ્યું. જેના કારણે તે મહિલાની તબિયત સુધારા પર છે. TRB જવાનની આ જાબાઝીની DCP એ પણ નોધ લીધી હતી,અને તેને શાબાશી આપી હતી.આમ પોલીસના આવા જવાનોના માત્ર ફરજ નિભાવી રહ્યાં છે. પણ લોકડાઉનમાં માનવતા મહેકાવતા ઉદાહરણ પણ આપી રહ્યાં છે. ત્યારે કેટલાક પોલીસકર્મીના કારણે પોલીસની છાપ ખરાબ થતી હોય છે, તો આવા TRB જવાનની માનવતા જોઈને છાતી ગદગદ ફૂલી ઉઠે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.