ન્યુઝ ડેસ્કઃ સુરતના 67 વર્ષિય વૃદ્વનું કોરોનાના કારણે મોત થયુ છે. મરનાર દિલ્હી અને જયપુરનો પ્રવાસ કરીને સુરત આવ્યા હતાં. ગુજરાતમાં ત્રણ દિવસમાં જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઈ છે. કોરોના સામે લડવા ગુજરાત સરકાર તમામ મોર્ચે યુદ્વના ધોરણે કામગીરી કરી રહી છે. અલબત્ત રાજય સરકારને લોકોનો પણ સહકાર સાંપડ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનના પગલે સમગ્ર રાજ્યભરમાં જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આ વચ્ચે પણ કોરોનાની દર્દીઓની સંખ્યા વધી છે. 20 થી 23 માર્ચ દરમિયાન ગુજરાત ભરમાં 29 કેસ સામે આવ્યા હતાં. 22 માર્ચે જનતા કરફ્યૂના દિવસે વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
જિલ્લા અને શહેરો પ્રમાણે જોઈએ તો 23 માર્ચ સુધીમાં અમદાવાદમાં 13, સુરતમાં 4, વડોદરામાં 6, ગાંધીનગરમાં 4 તેમજ રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ મળ્યા છે. કુલ 30 કેસો પૈકી 1નું મોત થયુ હોવાથી હવે પોઝિટિવ કેસોની સંખ્યા 29 થઈ છે. આ તમામને અસરકારક અને ઝડપી સારવાર અપાઈ રહી છે.
ગુજરાત માટે લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયો
- ગુજરાત વિધાનસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત
- લૉકડાઉન બાદ પણ બહાર નીકળતા લોકો સામે હવે પોલીસ લેશે એક્શન
- ગાંધીનગર જતા તમામ માર્ગો પર પોલીસ ફોર્સ તૈનાત
- પંચમહાલ ,ખેડા વડોદરા જિલ્લા માં આવેલી ક્વોરીઓ બંધ
- કોરોના વાઇરસને લીધે સર્જાયેલી પરિસ્થિતિને લીધે હાઇકોર્ટમાં થશે વીડિયો કોન્ફરન્સ મારફતે સુનાવણી
- આરોગ્ય વિભાગ કોરોન્ટાઈલ દર્દીના હાથમાં સિક્કો મારશે અને ઘરે પોસ્ટર લગાવશે
- તમામ GIDC અને મોટા ઉદ્યોગોને સંપૂર્ણ બંધ રાખવા આદેશ
- તમામ ટ્રાન્સપોર્ટેશનો પણ સંપૂર્ણ બંધ રહેશે જેમાં પ્રાઈવેટ બસ, ટેક્સી, રિક્ષા, ઈ-રિક્ષા રહેશે બંધ.
- તમામ દુકાનો, બજાર, ઑફિસ, ગોડાઉન, સાપ્તાહિક બજારો સંપૂર્ણ બંધ રહેશે
- તમામ આતંરરાજ્ય બસ અને ટ્રેન સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ
- ગુજરાતમાં આવનારી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રહેશે બંધ
- તમામ બાંધકામ કાર્યો પણ બંધ રાખવા તંત્રના આદેશ
- તમામ ધાર્મિક કેન્દ્ર અને જાહેર જનતા જોગ કાર્યક્રમને સંપૂર્ણ બંધ રાખવા આદેશ
- રાજ્યમાં પ્રાઈવેટ ઑફિસો બંધ પરંતુ અનેક કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ'ની સુચના