અમદાવાદ : વટસાવિત્રી વ્રતના ઇતિહાસ વિશે લોકવાર્તા છે કે, સાવિત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી. જેના પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકુ હતું. આથી યમરાજ જ્યારે સવિત્રીના પતિને યમલોક લઇ જવા લેવા આવ્યા. ત્યારે સાવિત્રીએ પોતાના સતીત્વના જોરે યમરાજ સાથે વાદ-વિવાદ કરી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા. એટલે આ વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે, તેવી માન્યતા છે.
આ વ્રત કરનાર સ્ત્રી સ્વચ્છ નવા કપડાં પહેરીને આખા દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે, અને વડના વૃક્ષની આસપાસ સુતરના દોરો લપેટ છે. તેમજ વડને જળ અર્પણ કરી તેની પૂજા કરે છે.
આજના દિવસે વત સાવિત્રીનું વ્રત, વિશ્વ પર્યાવરણ દિવસ અને ચંદ્રગ્રહણ એમ ત્રણેય અદભુત ઘટનાઓનો સંયોગ રચાયો છે. તો સાથે સાથે આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ વ્રતો સાથે કેવી રીતે પર્યાવરણની સાચવણી કરવી અને તેનું મહત્વ શું છે !તેની પણ વ્રત-કથાઓ વણી લીધેલ છે.
આજે જેઠ સુદ પૂનમ, વટ સાવિત્રી વ્રત
ભારત દેશ ધાર્મિક આસ્થા વાળો, વ્રતો અને ઉત્સવોનો દેશ છે. ઋષિ-મુનિઓએ અલગ-અલગ ઋતુ પ્રમાણે શરીર અને મનનું પોષણ થાય તેવા વ્રતોનું નિર્માણ કર્યું છે.દરેક વ્રત સાથે વૈજ્ઞાનિક તથ્ય પણ જોડાયેલું છે.આજે જેઠ સુદ પૂનમ છે.આ દિવસને ગુજરાતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ વટસાવિત્રીના વ્રત તરીકે ઉજવે છે.સાથે આજે 5,જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે.વટ સાવિત્રીના વ્રતનો પર્યાવરણ સાથે સીધો સંબંધ છે.