અમદાવાદ: આમ જોવા જઈએ તો ચ્યવનપ્રાશમાં 45 પ્રકારની અનેક વનસ્પતિઓનો સમાવેશ થાય છે અને ચ્યવનપ્રાશ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે પરંતુ એક પ્રકારનું ચટણ છે. જેની ચમચીથી કે હાથથી ચાટીને ખાવું પડતું હોય છે અને તેના લીધે જ લોકો તેને ખાતા ખચકાય છે ખાસ કરીને નાના બાળકોને આ પસંદ આવતું નથી અને આ જ વિચાર સાથે ડો.પ્રેરક શાહે સંતની ટોપી અને પ્રોટીન બાર બનાવ્યા છે જે કોઈપણ ઉંમરના વ્યક્તિ થઈ શકે છે.
ડો. પ્રેરક શાહ જણાવે છે કે કોરોના મહામારીના સમયમાં લોકો પોતાની ઇમ્યુનિટી વધારવા માટે અનેક વસ્તુઓ ઉપયોગમાં લઇ રહ્યા છે, ત્યારે મેં એક અવનવો પ્રયોગ કર્યો છે જેના માટે મેં દોઢ વર્ષનો સમય આપ્યો છે અને આ ટોફી અને પ્રોટીન બારમાં કોઈપણ પ્રકારનો કેમિકલ ઉપયોગમાં લેવામાં આવ્યા નથી. ફક્ત આયુર્વેદિક ઔષધીની મદદથી આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે.