અમદાવાદ : શહેરમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવાની આ બીજી ઘટના બની છે. અગાઉ જુહાપુરામાં ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આજે વધુ એકવાર દાણીલીમડામાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
હાલ, પોલીસે પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારી સહિત RAFની ટીમ ઘટના સ્થળે પહોંચતા હાલ મામલો થાળે પાડ્યો હતો.