અમદાવાદઃ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બંને દ્વારા ટ્રાફિક મુક્ત કરવા માટે અનેક ફાટક તેમજ ચાર રસ્તા ઉપર જ ઓવર બ્રિજ કે અંડર બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક જંકશનની બાજુમાંથી પસાર થતા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે રેલ્વે ઓવર બ્રિજ તૈયાર કરવામાં આવે છે. ત્યારે રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ થી ગાંધીનગરને જોડતી રેલવે લાઇન પર ત્રણ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
"આ રોડ પર 340 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર થતાં જ લોકોને સારી રીતે આવવા જવાની સુવિધા પ્રાપ્ત થશે. તેમને સમય તેમજ ઇંધણની પણ બચત થશે. આ પરીયોજનાથી માત્ર રેલવે જ નહીં પરંતુ માર્ગ વાહન વ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે".--સુધીરકુમાર શર્મા (અમદાવાદ મંડળના રેલ પ્રબંધક)
ચાર લાઈન રોડ: કલોલ ગાંધીનગર ક્રોસિંગ નંબર 11 પર 101 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લેન ઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેથી ગાંધીનગર સીટી, કલોલ, વાવોલ, જીઆઇડીસી વિસ્તાર, પેથાપુર જેવા ગામોને લાભ થશે. આ ઉપરાંત ખોડીયાર ગાંધીનગર સેક્શન લેવલ ક્રોસિંગ નંબર 13 પર 120 કરોડના ખર્ચે ચાર લાઈન રોડ બનાવવામાં આવશે. જેના કારણે ગાંધીનગર સીટી, પેથાપુર તેમજ રાંધેજા ગામની સામાન્ય જનતાને આનો લાભ પ્રાપ્ત થશે. વાવોલ,ઉવારસદ ,અડાલજ , ગાંધીનગર સીટી, શેરથા તેમજ ઝુંડાલના ગામોને લાભ મળશે.
સુરતમાં બ્રિજ સ્પાને જોડતી લોખંડની પ્લેટ ખસી: થોડા મહિનાઓ પહેલા સુરતના કામરેજમાં આંબોલી નજીક તાપી નદીના બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થયો હતો. બ્રિજનો સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ખસી જતા સર્જાયો હતો.નેશનલ હાઇવે પર આવેલા બ્રીજની પ્લેટ વારંવાર ખસી જતા વાહનચાલકો થાય હેરાન પરેશાન થઈ ગયા છે. કાયમી ઉકેલ લાવવા વાહન ચાલકોની તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.