અમદાવાદઃ શહેરમાં જીવલેણ કોરોના વાઈરસનો કેર યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન સામાન્ય સભા યોજાઈ હતી. જે ત્રણ મહિના બાદ શહેરના ઉસ્માનપુરા ખાતે રાખવામાં આવી હતી.
આ પહેલા સામાન્ય સભા ટાગોર હોલ ખાતે મળવાની હતી. જો કે, 50થી વધુ લોકો એકઠા કરવા પર પ્રતિબંધ હોવાને લઈને ઓનલાઈન સામાન્ય સભા યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સભા ઓનલાઈન હોવા છતાં બાઉન્સર ગોઠવવામાં આવ્યા. એક પણ કોર્પોરેટર હાજર ન હોવા છતાં આટલો બધો સિક્યુરિટી સ્ટાફ શા માટે ગોઠવવામાં આવ્યો જેવા અનેક સવાલો લોકોના મનમાં થઇ રહ્યા છે.