ગુજસીટોકનો ગુનો નોંધ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની 1 પીસ્ટલ, 40 કારતુસ અને 20 મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. આ આરોપીઓ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આ સમગ્ર મામલે વિશાલ ગોસ્વામી તથા તેના 2 સાગરીત અજય અને રીંકુનું પણ નામ સામે આવ્યું હતું.
આ સમગ્ર મામલે સેન્ટ્રલ જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી તથા તેના સાગરીત પાસેથી 2 એન્ડ્રોઇડ ફોન એન 1 સાદો ફોન મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે વિશાલ ગોસ્વામી વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિશાલ ગોસ્વામીનું નામ સામે આવતા સેન્ટ્રલ જેલ પહોંચી હતી. જ્યાં વિશેષ પ્રકારની ગાડીમાં વિશાલ ગોસ્વામી અને 2 સાગરીત રીંકુ તથા અજયને લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોટી સંખ્યામાં હથિયાર અને બુલેટ પ્રુફ જેકેટ સાથે સેન્ટ્રલ જેલ પહોંચી હતી.
વિશાલ ગોસ્વામીએ અગાઉ પણ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. તેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોસ્ત વચ્ચે વિશાલને સેન્ટ્રલ જેલથી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવા રવાના થઈ હતી. વિશાલ ગોસ્વામી અને અન્ય 2 આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરવામાં આવશે.