અમદાવાદ: યુનેસ્કોએ અમદાવાદની દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. યુનેસ્કોએ કોટ વિસ્તારના અડધી સદીથી પણ જૂના પુરાણા આવા મકાનોની હેરિટેજ વેલ્યુને ઓળખી હતી. આ કોટ વિસ્તારમાં નાના-મોટા મળીને આશરે બે લાખથી વધુ મકાનો છે, જે પૈકી 3 થી 4 હજાર વધુ મકાનો 50થી 100 વર્ષ જૂના છે. જે હવે ઝઝૂમીને ટકી ગયા હોય તેવા મકાનો છે.
નરોડા-નારોલના પટ્ટા વગેરેમાં સાંકડો દાયકાઓ જૂના મકાનો અસ્તિત્વમાં છે. સામાન્ય નાગરિકોના મકાનોની વાત બાજુએ રહી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડના ક્વાર્ટસ પણ રહેવા લાયક રહ્યાં નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળેલી જાણકારી મુજબ ચાલુ વર્ષમાં 155 જેટલા ભયજનક મકાનો માટેની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલી છે. જેમાં 25 જેટલા મકાનોને ઉતારી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મકાનો ઉતારવાની કામગીરી ચાલી રહી છે.
હેરિટેજ સિટી અમદાવાદમાં જો કોઈ મકાન ભયજનક લાગે છે, તો પણ તેમાં રહેનાર વ્યક્તિ સમારકામ કરાવી શકતો નથી. પ્રથમ તેને AMCમાં અરજી આપવી પડે છે અને ત્યાર બાદ જરૂરી કાર્યવાહી કર્યા પછી જ મકાનનું સમારકામ કરવામાં આવે છે. તેવા સંજોગોમાં કેટલાય એવા મકાનો છે, જેમને આ મકાનોને રહેણાંકમાંથી કમર્શિયલ બનાવી દીધા છે.
અમદાવાદથી ઈશાની પરિખનો અહેવાલ