ETV Bharat / state

AAPની તેરમી યાદી જાહેર, ગોપાલ ઇટાલીયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે

author img

By

Published : Nov 9, 2022, 10:42 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) તારીખ જાહેર થતા જ આદમી પાર્ટી પોતાના અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે.ત્યારે આજે તેરમી યાદી આજે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગોપાલ ઇટાલીયા(Aam Aadmi Party State President Gopal Italia) કતારગામની બેઠક પરથી અને મનોજ સોરઠીયા કારંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

Etv BharatAAPની તેરમી યાદી જાહેર, ગોપાલ ઇટાલીયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) તારીખ જાહેર થતા જ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેરાત કરી રહી છે. કોગ્રેસ દ્વારા પણ પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી પાર્ટી હજુ પોતાના ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે.આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારો જાહેર કરી રહે છે આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.કતાર ગામથી ગોપાલ ઇટાલિયા લડશે.આમ આદમી પાર્ટી દ્વારા 13મી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં સૌથી મહત્વનું નામ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું (Aam Aadmi Party State President Gopal Italia)હતું.જે સુરત કતારગામની બેઠક પરથી ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીની  તેરમી યાદી જાહેર, ગોપાલ ઇટાલીયા કતારગામની બેઠક પરથી ચૂંટણી લડશે

ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા: આ ઉપરાંત અબડાસાથી વાલજીભાઈ વસંત, ધાનેરાથી સુરેશ દેવડા, ઊંઝાથી ઉર્વીશ પટેલ, અમરાઈવાડીથી વિનય ગુપ્તા, આણંદથી ગિરીશ સાંદલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.મનોજ સોરઠીયા કારંજ બેઠક પરથી લડશે.આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાનું પણ નામ આજ જાહેર કરવામાં આવ્યું છે.જે પોતે કારંજ વિધાનસભા બેઠક પરથી પોતે ચૂંટણી લડશે. જ્યારે અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો ગોધરાથી રાજેશ પટેલ, વાઘોડિયાથી ગૌતમ રાજપુત, વડોદરા સીટીથી જીગર સોલંકી ,માંજલપુરથી અને મંજુરાથી પીવીએસ શર્માને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

આગામી લિસ્ટ ઈશુદાન ગઢવી નામ જાહેર થશે: આમ આપની પાર્ટી દ્વારા કુલ 13 લિસ્ટમાં 169 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હવે માત્ર તેમને 13 વિધાનસભા બેઠક પર નામ જાહેર કરવાના બાકી રહ્યા છે. જ્યારે આગામી લિસ્ટએ આમ આદમી પાર્ટીનું અંતિમ લિસ્ટ હોઈ શકે છે. જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના દાવેદાર ઈશુદાન ગઢવીનું પણ નામ જાહેર થઈ શકે છે. જે સૌરાષ્ટ્રની જામખંભાળિયા બેઠક પરથી પોતે ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.